________________
એકતાલીશમું ]
આ અજિતદેવસૂરિ (૧૫) શેઠ વર્ધમાન તથા પદમશી—વર્ધમાન સૌથી મોટો હતો. તેને વન્નાદે પત્નીથી વીર અને વીજપાલ તથા નવરંગદે પત્નીથી જગડુ અને ભારમલ પુત્ર હતા. બીજા ભાઈ ચાંપશીને અમરચંદ નામે પુત્ર તથા રામજી, ભીમજી નામે પૌત્રો અને લાલદે નામે પૌત્રી હતી.
ત્રીજા ભાઈ પદમશીને કમલાદે પત્ની હતી, જેનું મૂળ નામ સુજાણદે હતું. તેને શ્રીપાલ, કુંરપાલ અને રણમલ એમ ત્રણ પુત્રો થયા. શ્રીપાલને નારાયણ પુત્ર અને કૃષ્ણદાસ નામે પૌત્ર હતે. કુંઅરપાલને સ્થાવર અને વાઘજી નામે પુત્રો હતા. - શેઠ વર્ધમાન અને પદમશી સાથે રહેતા હતા. તેઓને આરીખાણમાંથી સિદ્ધરસ મળી આવ્યું. એટલે તેઓ ભદ્રેશ્વર જઈને રહ્યા. તેઓને સમુદ્રના વેપારી ચુલીનચંગની સાથે કંતાનની આડતને વેપાર કરવાથી ધન વધવા માંડયું. તેઓએ સં. ૧૯૫૦માં આ૦ કલ્યાણસાગરની અધ્યક્ષતામાં શત્રુંજયને છ'રી પાળા યાત્રા સંઘ કાઢો. તેઓને વટભાઈ ચાંપશી તથા વેવાઈ રાજસી નાગડા પણ સંઘમાં સાથે હતા. ભાદરણ નદીના કાંઠે સંઘવીને હાથી ગાંડ થઈ ગયે પરંતુ આચાર્યશ્રીની અગમચેતીથી બંને ભાઈઓ હાથી ઉપર તે દિવસે બેઠા નહોતા.
આ સંઘમાં ૨૦૦ સાધુઓ, ૩૦૦ સાધ્વીઓ, અને ૧૫૦૦૦ યાત્રિકે હતા. સંઘ માગશર વદિમાં પાલીતાણું પહોંચે. એ જ માગશર વદિમાં શેઠ વર્ધમાન, શેઠ પદમશી અને શેઠ રાજસી નાગડાએ શત્રુંજય પર દેરાસરે બંધાવવા માટે પાયા નાખ્યા. આ સંઘમાં બત્રીસ લાખ કેરી વપરાઈ હતી. આ ભાઈઓ તથા રાજસી જામનગરના જામ જસવંતના આગ્રહથી કાયમને માટે જામનગર આવીને વસ્યા. તેઓએ શંત્રુજય તીર્થ ઉપર આ૦ કલ્યાણસાગરની અધ્યક્ષતામાં સં. ૧૬૭૫ના વૈશાખ સુદિ ૩ના રેહિ દિને ભ૦ શાંતિનાથ વગેરે ૨૦૪ જિનપ્રતિમાની તથા સં૦ ૧૬૭૬ના ફાગણ સુદિ ૨ ને શુક્રવારે રેવતી નક્ષત્ર દિને ભ૦ શ્રેયાંસનાથ વગેરે ૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org