________________
૬૯૭
એકતાલીશમે આ. અજિતદેવસૂરિ ધન લઈ લેશે તે પહેલેથી આપણે ઉપાય કરે જોઈએ. તમે એક કામ કરે કે, રાજાને આપણી દોલતની નેંધ બતાવીને કહે કે, “હે નાથ ! તમારી મરજી હોય તે આ દોલત લઈ લે.” શેઠે એ પ્રમાણે કર્યું. રાજા તો આ નેંધ જેઈને સાશ્ચર્ય લજિજત બની ગયે. બીજી રીતે તેને આવા મનપારખુ માનવી માટે આનંદ પણ થયે.
રાજાએ તેને ભંડારીને કહ્યું : “રે મૂર્ખ ! વિધાતા જેને ધન આપે છે તેને તેના રક્ષણની બુદ્ધિ પણ આપે છે. તે તારે શેઠની ઈર્ષા કરવી ન જોઈએ. ઠીક, જે થયું તે થયું, પણ હવે શેઠના પગમાં પડીને માફી માગી લે.” - મહેતાએ શેઠની માફી માગી અને રાજાએ તેમની એક કેડી પણ લીધી નહીં.
શેઠનાં અનેક સુકૃતે ચાલુ હતાં. તેમના તરફથી દાનશાળા ચાલુ હતી. તે ગુરુઓને એક ઘડા જેટલા ઘીનું રોજ દાન કરતો હતો. સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા, જીર્ણોદ્ધાર, ગ્રંથભંડાર, અને પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવતો હતો.
શેઠે સં૦ ૧૨પ૭માં પાટણની પ્રત્યેક પિષિાળમાં રહેલા આચાર્યો. ની ભક્તિ ઘણું ધન ખરચીને કરી હતી.
આ રીતે તે શેઠ નીરોગી, સુખી અને લાંબુ આયુષ્ય ભોગવી સમાધિપૂર્વક મરણ પામ્યું. તેણે કુલ ૧૦,૮૦,૦૦,૦૦૦ દ્રવ્યનું દાન કર્યું હતું.
શેઠને આસપાલ વગેરે પાંચ પુત્ર હતા. શેઠે તેના માટે ઘરના ચારે ખૂણામાં ચાર ચરુ દાવ્યા હતા પણ તે બધા નિભંગી હતા તેથી તે ચરુએ તેઓને મળ્યા નહીં.
શેઠના બે પુત્રને પરિવાર તો રાજા અજયપાલના દબાવથી અજેન બની ગયે.
ચાંપલદે પણ ધર્મારાધન કરી સ્વર્ગે ગઈ. (જૂઓ પૃ. ૬૮૯) - શેઠ આભડે પાંચ સેલંકી રાજાઓને રાજકાળ જે હતો એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org