________________
બેતાલીશમું ] આ. વિજયસિંહસૂરિ
૭૧૯ કહેવાયા. તેમાંના મહીનદી અને સંદેરની વચ્ચેના લાટ પ્રદેશમાં આવી વસ્યા તે લાડવા શ્રીમાલી કહેવાયા. લાડવા શ્રીમાલી અસલમાં જેન હતા. તેઓ લાટમાં જુદા જુદા સ્થાનના અધિકારી હતા પરંતુ ગુર્જરેશ્વર કુમારપાલને રાજા થતાં પહેલાં લાડવા શ્રીમાલીની જાન તરફથી એક કડવો અનુભવ થયે. તેથી તેણે રાજા બન્યા પછી લાડવાઓને અધિકારમાં રાખ્યા નહીં. લાટના દંડનાયક સિરિએ પણ લાડવાઓ પ્રત્યે સખ્તાઈભર્યું વર્તન ચલાવ્યું. પરિણામે લાડવા શ્રીમાલી ગુજરાત રાજ્યમાં અધિકારપદે રહ્યા નહીં.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ૧૧૮) મહેક ભાનુચંદ્ર ગણિવરના શિષ્ય ખુશફહમ મહો. સિદ્ધિચંદ્ર ગણિના એક જીવનપ્રસંગથી આપણને જાણવા મળે છે કે બુરહાનપુરમાં ૩૨ ચેરેને મારવાના હતા તે સૌને તેમણે અકબરની સમ્મતિ મેળવી ત્યાં જઈને બચાવ્યા અને એ જ રીતે જયદાસ જપા લાડવા શ્રીમાળીને હાથીના પગે કચડી મારી નાખવાને હતો, તેને પણ બચાવ્ય. જયદાસ જપાએ ઉપાધ્યાય સિદ્ધિચંદ્ર ગણિના ઉપદેશથી બુરહાનપુરમાં મેટો જિનપ્રાસાદ બનાવ્યો.
| (સૂરીશ્વર ઔર સમ્રાટ, પ્રક. પપ, પૃ. ૧૫૭) બીજા ઉલ્લેખો ઉપરથી એ પણ જાણવા મળે છે કે લાડવા શ્રીમાલી તે તપાગચ્છના આ સુમતિસાધુસૂરિ, આ હેમવિમલસૂરિ, આ. વિજયસેનસૂરિ, આ. વિજયદેવસૂરિ, આ. વિજયતિલકસૂરિ, આ. વિજયાણંદસૂરિ વગેરેના શ્રાવકે હતા. લાડવા શ્રીમાલીઓએ તેઓની પાસે જિનાલયની પ્રતિષ્ઠા કરાવી અને તેઓના ઉપદેશથી જૈન ગ્રંથ લખાવ્યા છે.
(–મણિલાલ બકોરભાઈ વ્યાસકૃત શ્રીમાલી
એને જ્ઞાતિભેદ, પૃ. ૨૨૪ થી ૨૨૧) ૧. ગૂર્જર–તે અસલમાં ભિન્નમાલથી નીકળેલા શ્રીમાલી હતા. ભિન્નમાલ અને પાટણની વચ્ચે ભૂમિભાગ તે સમયે ગુજરાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org