________________
એકતાલીશમું ] આ૦ અજિતદેવસૂરિ
૬૮૭ લીધું છે. હવે વિધાતાને અમારી જરૂરત હોય તો અમે ત્યાં પણ જવાને તૈયાર છીએ.” તે વિદ્વાન, શીઘ્રકવિ, રાજનીતિજ્ઞ, ઉદાર અને ગુરુભક્ત હતો.
(-પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધકોશ
૧૦ મે પ્રબન્ધ, ભક્તામરસ્તોત્ર-વિવૃતિ) કપર્દિશાહ (૪)
તે રાજા કુમારપાલના મહામાત્ય વાધૂયનને પુત્ર હતો. તેણે વટસરમાં ભ૦ આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. (પ્રક. ૪૧, પૃ. ૬૭૫) શેઠ આભડ વસાહ (સં. ૧૧૭૦ થી ૧૨૫૭)
પાટણના કોટવ્રજ શેઠ નાગ શ્રીમાલીની પત્ની સુંદરીને આભડ નામે પુત્ર હતા. તે દશ વર્ષ થયે તે દરમિયાન તેનાં માબાપ મરણ પામ્યાં અને ધન પણ નાશ પામ્યું. તે એક કંસારાને ત્યાં ઘૂઘરા ઘસતો હતો અને રોજ વિશેપક કમાતો હતે. તે જવ ખાતો હતે. બીજી રીતે તે બુદ્ધિશાળી અને ચતુર હતા. તેણે રત્નપરીક્ષાનો અભ્યાસ કર્યો અને ઝવેરીઓને ત્યાં અનુભવ મેળવીને રત્નને પારખુ બની ગયે.
તેણે એક વાર ક. સ. આઇ શ્રી હેમચંદ્રસૂરિ પાસે જઈને ૭૦૦ સોનામહોરના પરિગ્રહ પરિમાણનું વ્રત દેવા આચાર્યશ્રીને વિનંતિ કરી. આચાર્યશ્રીએ તેના હાથની રેખાઓ જોઈ તેને ખૂબ સમજાવીને આખરે ત્રણ લાખ સોનામહારના પરિમાણને નિયમ કરાવ્યું.
તે મા-બાપની હયાતીમાં જ નાની ઉંમરે લાછલદેને પર હતો. તેને ચૌદ વર્ષની ઉંમરે પુત્ર થયે. સ્ત્રી નાની ઉંમરની હોવાથી પુત્રને દૂધ ઓછું મળતું તેથી તેણે બકરી ખરીદી લાવવાનો વિચાર કર્યો. તે ગામ બહાર ભરવાડ પાસે બકરીઓના ટોળા આગળ ગયો. તેમાં એક બકરીના ગળે લીલે પથ્થર બાંધ્યો હતો. મણિના પારખુ આભડે તે પથ્થર જોઈને બકરી ખરીદી લીધી. એ પથ્થર નીલ. મણિ હતા. તેના પાસા પડાવી રાજા સિદ્ધરાજને તે મણિ વેચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org