________________
૬૯૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ નામે પત્ર હતો. તે રાજાને આશ્રિત કવિ હતો. તેઓ ધર્મશેષ ગચ્છના શ્રાવકે હતા. - કવિ યશશ્ચદ્ર બે મહાકાવ્ય તથા ચાર નાટકની રચના કરી હતી. નાટકમાં “મુદ્રિતકુમુદચંદ્રનાટક” અને “રાજિમતીપ્રધ” એ એ નાટકે જાણીતાં છે.
પાટણની રાજસભામાં સં. ૧૧૯૧માં આ વાદિદેવસૂરિઓ દિગં. બરાચાર્ય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યું એ ઘટનાને ગૂંથતું એતિહાસિક નાટક “મુદ્રિતકુમુદચંદ્ર” (સર્ગઃ ૫) નામે રચ્યું છે. તેની રચના પ્રૌઢ પાંડિત્યનું દર્શન કરાવે છે. હાંસીદેવી
તે પાટણના શેઠ છાડા વીશા પોરવાલની વિધવા પુત્રી હતી. તે એકવાર રાજા સિદ્ધરાજના રાજવિહારમાં જિનદર્શન કરતી હતી ત્યારે સામાન્ય લાગતો પાસિલ નામને જેન તે દેરાસરનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો અને મંદિરની લંબાઈ-પહોળાઈ વગેરેનું માપ પણ લેતો હતો એ જોઈ હાંસીએ મશ્કરીમાં પૂછ્યું કે, “ભાઈ ! શું કઈ દેરાસર બંધાવવું છે તે માપ લઈ રહ્યા છે ?” પાસિલે હાજરજવાબી ઉત્તર આપે કે, “બેન ! તારા મેમાં સાકર. તું એ મંદિરના પ્રતિષ્ઠાઉત્સવમાં જરૂર આવજે. જરૂર આવીશને!' હાંસીએ “હા” પાડી, પાસિલે આરાસણુમાં ભ૦ નેમિનાથનું દેરાસર ૪૫ હજાર ખરચીને બંધાવ્યું અને હસીએ તેમાં ૯ લાખે ખરચીને મંડપ બંધાવ્યું. આ વાદિદેવસૂરિએ સં. ૧૧૯ના વૈ૦ સુદિ ૧૦ ના રોજ તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરી, તેમાં હાંસીદેવી આવી અને પાસિલની મહેચ્છા પૂરી થઈ. (પ્રક. ૪૧, પૃ. ૫૭૨, ૬૮૧) નીતલ રાણું- તે પાટડીના રાણુ સુરાક ઝાલાના લઘુબંધુ શાંતિદેવના પુત્ર વિજયપાલ ઝાલાની પત્ની હતી. તે જૈનધર્મ પાળતી હતી. તેણે પૂનમિયાગચ્છના આ અભયઘોષના શિષ્ય પં. વિદ્યાકુમારના ઉપદેશથી પાટડીમાં ભ૦ પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું, પિલાળ બનાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org