________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૬૮૫ મંત્રીજી ! મારી પાસે એક બળદ છે તે બસ છે. આ ધન રાખીને તે ફેકટને કલેશ જ વહોરવાને છે.” આમ કહ્યાં છતાં મંત્રીએ તે રકમ સ્વીકારી નહીં. આ રકઝકમાં તેને દિવસ પૂરે થયે.
રાત્રે કપર્દી યક્ષે આવીને ભીમને સમજાવ્યું કે, “હું તારી પુષ્પપૂજાથી પ્રસન્ન થયો છું તેથી મેં તને આ ધન આપ્યું છે. એ ધનને તારે માટે અને દાન દેવામાં ઉપગ કર, હવે એ ધન તારે ત્યાં ખૂટવાનું નથી.”
ભીમે ત્રીજે દિવસે સવારે ભ૦ ઋષભદેવની સ્વર્ણ, રત્ન તથા પુષ્પ વડે લાખેણી પૂજા કરી, અને કપદ યક્ષની પણ પૂજા કરી. પિતાને ઘેર જ્યારે આવ્યા ત્યારે તેને ભંડાર છલછલ ભરેલ હતો. આવી ત્યાગભાવનાથી તે સુખી થે. ભીમે શત્રુંજય ઉપર “ભીમકુંડ’ બંધાવ્યું.
(-પ્રભાવક ચરિત્ર, છેલ્લે પ્રબંધ) જગડુશાહ સારઠિ–
મહવામાં હંસાશાહ સોરઠિયે નામે પરવાડ જેન હતો. તે વહાણવટાને વેપારી હતા. તેને ધારુ નામે પત્ની અને જગડ નામે પુત્ર હતા. તેની પાસે સવા-સવા કરોડની કિંમતનાં પાંચ માણેક હતાં, અને બીજું પણ ઘણું ધન હતું. તેણે મરણ સમયે પોતાના પુત્રને જણાવ્યું કે, “આ પાંચ માણેક છે તે પૈકી એક શત્રુંજયના મૂળનાયક ભ૦ ઋષભદેવને, બીજુ માણેક ગિરનારના મૂળનાયક ભ૦ નેમિનાથને અને ત્રીજું માણેક પ્રભાસ પાટણના મૂળનાયક ભ, ચંદ્રપ્રભુને ચડાવજે અને બે માણેક તારા માટે રાખજે.” - હંસાશાહે આવી વ્યવસ્થા બતાવી ભ૦ ઋષભદેવનું શરણ સ્વીકારી, અનશન કરીને, સૌ ને ખમાવી સ્વર્ગસ્થ થયો. જગડ શાહે પિતાની મરણેત્તર ક્રિયા પતાવી.
જગડુશાહ તરત જ તેની માતા ધારુને લઈને શત્રુંજય આવ્યે. એ સમયે રાજા કુમારપાલને છરી પાળતે યાત્રા સંઘ ત્યાં આવ્યું હતો. તીર્થમાલની બોલી બોલાતી હતી ત્યારે આ જગડશાહ સવા કરોડને ચડાવો બેલ્ય. રાજા અને અમાત્ય તો આ જગડશાહને
હતાં, મા કે, “આ
માણસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org