________________
ફિ૮૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ વેશ જેઈને આવી મેટી રકમ વસૂલ થશે કે કેમ તેની શંકામાં પડી ગયા. પણ શેઠે તરત જ પિતાની પાસેનું સવા કરેડનું માણેક બતાવ્યું ત્યારે સૌએ હર્ષનાદથી તેને આદેશ આપ્યો. જગડશાહે પિતાની માતાને તીર્થમાલા પહેરાવી અને મંત્રી વાહડે ભગવાન માટે એક રત્નજડિત કઠિ બનાવી તેમાં તે માણેકને ગોઠવ્યું.
જગડશાહે બીજા બે માણેક ગિરનાર અને પ્રભાસપાટણમાં જઈને આપ્યાં.
(–પ્રબંધકેશ, હેમચંદ્રસૂરિપ્રબંધ) આજે પણ શત્રુંજય ઉપર સાલગીરીની ધ્વજા ચડાવવાને હક રયિા જેનેને મનાય છે.
ભદ્રાવતીને પ્રસિદ્ધ દાનવીર જગડુશાહ શ્રીમાલી આ જગડશાહથી જુદો અને પછી સં૦ ૧૩૧પમાં થયો હતો.
(—જૂઓ પ્રક. ૩૮ પૃ૦ ૩૭૭) સતરમી સદીમાં શેઠ વર્ધમાન શાહ લાલનને પુત્ર જગડુશાહ થયે હતો તે પણ મટે દાની હતો. તે ત્રીજે જગડૂશાહ હતે. (પ્રક. ૪૧)
શેઠ કુબેરદત્ત
પાટણમાં કુબેરદત્ત નામે એક દરિયાઈ વેપારી હતો. તેની પાસે તેના પરિગ્રહની નોંધ મુજબ–૧,૦૦૦ હાથી, પ૦,૦૦૦ ઘેડા, ૮૦,૦૦૦ કુલ, ૧૦૦૦ રત્નહીરા વગેરે ઝવેરાત, ૫૦૦ હળ, ૫૦૦ ગાડી, પ૦૦ વહાણ, ૫ ઘર, ૫ હાટ, ૨૦૦૦ ધાન્યના કેડારે, ૬ કરેડ સેમોરે, ૬ કરોડ ચાંદી વગેરે દ્રવ્ય હતું.
તેના ઘરમાં રત્નજડિત જિનચૈત્ય ઘરદેરાસર હતું, તેમાં ભેંયતળિયે રત્નો જડેલાં હતાં. જિનપ્રતિમા પણ ચંદ્રકાંત મણિની હતી.
શેઠ કુબેરદત્તને માતા હતી, પત્ની હતી પણ કંઈ સંતાન નહેાતું. એક રીતે તે અચાનક મરણ પામે. એ સમયે અપુત્રિયાનું ધન રાજાને મળે એ કાયદે હતા. તેથી રાજા કુમારપાલ બીજા વેપારીઓના કહેવાથી તેનું ધન લેવા માટે તેના ઘરે આવ્યું. રાજા શેઠના પરિગ્રહની નોંધ વાંચી ખૂબ ખુશ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org