________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ માટે અપભ્રંશભાષાનો “કથાકેશ” સંધિ : પ૩માં રચ્યું છે.
(-જૂઓ, પ્રક. ૩૫, પૃ૦ ૪૮) (૩) શેઠ સજજન—આ સજજન શેઠ સાચેરના સિદ્ધનાગ પિરવાડને પત્ર હતે.
(–પ્રક. ૩૮, પૃ. ૩૮૩) કવિ શ્રીપાલને કવિવંશ
सन्मर्यादो गभीरो धनरसनिचितः साधुपाठीनहेतुनित्यं लक्ष्म्या निवासः कुलधरनिलयः सद्वसुस्थानमुच्चैः । कुल्याधारो गरीयान् प्रचुरतरलसत्कोटिपात्रोपशोभी वंशः प्राग्वाटपुंसां क्षितितलविदितो वर्तते सिन्धुकल्पः ॥
(૧) લક્ષમણું–તે પાટણ પિરવાડ હતો. તેણે ગુજરાતને કવિવંશ આપે છે. પ્રજ્ઞા કાવટે એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. તેને (૧) શ્રીપાલ અને (૨) શેભિત એમ બે પુત્ર હતા.
ભિતની પત્નીનું નામ શાન્તા હતું. તેણે આશૂક નામના પુત્રને જન્મ આપે, જે ગુજરાતના મહામાત્યની પદવીને વર્યો હતો.
(૨) કવિ શ્રીપાલ–તે પ્રજ્ઞાચક્ષુ (બંધ) હતું, પણ ઉદ્ભટ કવિ અને વિદ્વાન હતો. રાજા સિદ્ધરાજ તેને પિતાને બાલમિત્ર અને બંધુ માનતો હતો. કપરો પ્રસંગ આવી પડતાં તે કવિ શ્રીપાલને પૂછતો હતો અને કવિશ્રી પણ રાજાના મને ગતભાવને બંધબેસતું કાવ્ય વિના વિલંબે રજૂ કરતો હતો. આથી રાજાએ તેને “બાલસખા” અને “કવિચક્રવતી’નાં બિરુદ આપ્યાં હતાં અને પિતાની પંડિતસભાને મોવડી બનાવ્યું હતું. વસ્તુતઃ કવિ શ્રીપાલ ખર્ભાષા કવિચકવતી હતે. १. (अ) एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः ।
श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत् प्रशस्ताम् ॥ (-રાજા કુમારપાલે સં. ૧૨૦૮ ના આ સુદિ ૨ ગુરવારે
બંધાવેલા વડનગરના કિલ્લાની પ્રશસ્તિ). (आ) श्रीसिद्धाधिपतिः कवीन्द्र इति च भ्रातेति च व्याहरत् ॥
–આ. સેમપ્રભસૂરિએ સં૦ ૧૨૪૧માં રચેલે કુમારપાલપડિહો).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org