________________
૬૬૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ " (૩) મંત્રી ચાવડ–તે મહામાત્ય ઉદયનને ત્રીજો પુત્ર હતો. તેનાં બીજાં નામ આહડ અને આસ્થળ મળે છે. તેની માતાનું નામ માઊ હતું. તે બહુ પરાક્રમી અને દાની હતો. તેને “રાજઘરટ્ટ’નું બિરુદ મળ્યું હતું. તે માલવાનો દંડનાયક હતો. - કેટલાક વિદ્વાને નામની એકતાના કારણે આ મંત્રી ચાહડને સિદ્ધરાજને પ્રતિપન્નપુત્ર માને છે પણ તે ભૂલ છે. એ સમયે એક બીજો ચાહક હતો, તે માલવાનો રજપૂત હતો. રાજાની હસ્તિશાળાનો અધ્યક્ષ હતો. હાથીસેનાનો સેનાપતિ હતો. રાજા સિદ્ધરાજ તેને ગુજરાતને રાજા બનાવવા ઈચ્છતો હતો. તેણે સં. ૧૨૦૨ માં રાજા કુમારપાલના રાજ્યમાં અજમેરના વિગ્રહરાજને હરાવ્યું પણ અંદરખાનેથી તે તેને મિત્ર બની ગયે. . પછી રાજા કુમારપાલ સાથે ઝઘડો થવાથી તે સાંભર ગયે અને રાજા અર્ણોરાજને રાજા કુમારપાલના વિરોધમાં ઊભે કર્યો. પરિણામે રાજા કુમારપાલે ત્યાં જઈ સાહસપૂર્વક અર્ણોરાજને જીતી લીધું અને ત્યાં પિતાની આણ પ્રવર્તાવી. એટલે આ રજપૂત ચાહડ અને મંત્રી ચાહડ એ બંને ભિન્ન વ્યક્તિઓ હતી, પણ ઇતિહાસમાં આ બંને ચાહડની કેટલીક ઘટનાઓ સેળભેળ થઈ ગઈ છે. (જૂઓ, પ્રક. ૩પ, પૃ. ૧૦૫ થી ૧૦૭)
મંત્રી ચાહડને સાત પુત્રો હતા. તેમાંના છટ્ઠા પુત્ર કુમારસિંહને રાજા કુમારપાલે કોઠારી તરીકે નીમે હતો. એક ગ્રંથપુપિકામાં ઉલ્લેખ છે કે, સં. ૧૨૨૫ માં કુમારસિંહ રાજા કુમારપાલને મહામાત્ય હતે. (-શાંતિસૂરિચિત “પૃથ્વીચંદ્રચરિત'ની પુષિકા)
(૪) મંત્રી સેલ્લાક–તે મહામાત્ય ઉદયનને ચે પુત્ર હતો. તેનું બીજું નામ છેલ્લાક મળે છે. તેને “સામંતમંડલીચાવડા વંશના ભેજદેવના પુત્ર રણકે માતા સેનાના કલ્યાણ માટે આબરણ ગામમાં દધિમતીના કિનારે સૌરાષ્ટ્રના અધિકારી પાહ વગેરે પંચની સમક્ષ ભ૦ શ્રી સુમતિનાથની પૂજા માટે એક વાડીનું દાન કર્યું. " (–ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૩, લેખાંક : ૨૨૦, પૃ. ૨૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org