________________
૬૫૮
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ મંત્રી અને કુમારપાલને મહામાત્ય તેમજ રાણક બન્યો હતો.
(-પુરાતન પ્રબંધસંગ્રહ, પૃ.૩૯ થી ૪૨, પ્રબંધકેશ,
પૃ૦ ૪૮, કુમારપાલચરિત, સ) : ૯, લે૩૬૪) કાંટેલાના શિલાલેખમાં તેને ગંભીર શ્રીબાહડ તરીકે સંબોધ્ય છે. તેણે સિદ્ધરાજના પ્રતિપન્નપુત્ર રજપૂત ચાહડનું સ્થાન પૂછ્યું હતું. તે મુત્સદ્દી અને ગંભીર હતો. કટેલા શિલાલેખનું વિશેષણ તેને માટે ઉપયુક્ત જ હતું.
રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૮૫ માં સંતાન કામનાથી પગપાળા તીર્થ યાત્રા કરી ત્યારે મહામાત્ય આલિગ અને મંત્રી વાહડ તેની સાથે હતા. પૂર્જરેશ્વર કુમારપાલે સોમનાથના શિવાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. તેને સમસ્ત પ્રબંધ મંત્રી વાહડને આધીન હતો.
મહામાત્ય વાહડે પાટણમાં સુંદર જિનાલય બંધાવ્યું હતું. નેવું લાખના આસાચી શેઠ છકે તે દેરીમાં એક ગોખલો બનાવી તેમાં આવે હેમચંદ્રસૂરિપ્રતિષ્ઠિત ભ૦ અજિતનાથની પ્રતિમા પધરાવી હતી. મંત્રીએ આ દેરાસર રાજા કુમારપાલને આપ્યું અને રાજવીએ મંત્રી વાહડની દેખરેખ નીચે તેને વિસ્તાર કરી કુમારવિહાર બંધાવ્યું.
મંત્રી વાહડે પિતાની આજ્ઞા અનુસાર રાજા કુમારપાલની આજ્ઞા લઈ રાજ્ય ભંડારના દ્રવ્યની મદદથી સં. ૧૨૦૦ માં શત્રુંજય તીર્થ ના મૂળ દેરાસરને એટો જીર્ણોદ્ધાર શરૂ કર્યો. મહામાત્ય વાહડે શત્રુંજય પર્વતની તળેટીમાં પહાડપુર વસાવ્યું. સં. ૧૨૧૧ માં દેશસર તૈયાર થઈ ગયું, પણ ભમતીમાં પહાડી તોફાની હવાનું દબાણ આવવાથી તે દેરાસર એકદમ ધસી પડયું અને તૂટી ગયું.
મંત્રી વાહડને પ્રથમ દેરાસર તૈયાર થઈ જવાની ખબર મળી ત્યારે તેણે ખબર આપનારને ખુશાલીમાં ૧૬ જીભનું ઈનામ આપ્યું અને બીજે દિવસે દેરાસર ધસી પડયાની ખબર લાવનારને ચાંદીની ૩૨ જીભનું ઈનામ આપ્યું. કેમકે મંત્રી બુદ્ધિપ્રધાન હતો. તેણે બીજા ઈનામ વિશે ખુલાસે કર્યો કે, “મારી હયાતીમાં દેરાસર પડી ગયાની ખબર પડી તેથી ફરીવાર પણ તેને બનાવી શકીશ, પણ મારા મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org