________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૬૫૯ બાદ તે નાશ પામ્યું હોત તો તે કયારે બને એ શંકાની વાત રહેત.”
મંત્રીએ પિતાને શ્રીકરણમુદ્રાનો અધિકાર છેડાએક દિવસ માટે મંત્રી કપદીને સે અને પિતે ચાર હજાર ઘોડેસવાર સૈન્ય સાથે પાલીતાણા જઈને વસ્યા. તેણે ત્યાં વાગ્લટર વસાવ્યું. તેણે સલાટ પાસેથી જાણી લીધું કે, દેરાસરની ભરતીમાં પહાડી હવાનું દબાણ વધવાથી દેરાસર ધસી પડયું છે. કદાચ મતી ન બનાવવામાં આવે તે દેરાસર બચી જાય પણ તેવું દેરાસર બનાવનારને વંશવેલો નાશ પામે. મંત્રીએ દીર્ધદષ્ટિ વાપરી ભમતીવાળું દેરાસર તૈયાર કરાવ્યું અને પછી ગભારાની દિવાલ તેમજ ભમતીની દિવાલ વચ્ચેનો ગાળે ચૂના-પથ્થરથી ભરીને પુરાવી દીધું. આથી એ દિવાલ લગભગ પાંચ ગજ પહેળી બની ગઈ. આ રીતે મજબૂત દેરાસર તૈયાર થયું. તેણે ભ૦ ઋષભદેવની આરસની ભવ્ય પ્રતિમા ભરાવી કળશ અને ધ્વજા તૈયાર કરાવ્યાં. - સં૦ ૧૨૧૩માં શત્રુંજયતીર્થમાં કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિના વરદ હસ્તે ભવ ઋષભદેવ વગેરે જિનપ્રતિમાઓની બહુ ધામધૂમથી તેણે પ્રતિષ્ઠા કરાવી.
આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ટીમાણાને એક નિર્ધન જેના નામે ભીમે ફાટયાં-તૂટ્યાં કપડાં પહેરીને આવ્યો. તેને મહામાત્યને જોવાની ઈચ્છા હતી પણ સંકેચના કારણે તે તેમની પાસે જઈ શકતો નહોતો. મંત્રીએ આ હકીકત જાણી ત્યારે તેને નેહભાવથી બેલા અને પિતાની ગાદી ઉપર બેસાડીને કહ્યું, “તું મારે ધર્મબંધુ છે. મારા યોગ્ય જે કંઈ કામ હોય તે જણાવો.” આ રીતે મંત્રીએ પિતાના સાધર્મિક પ્રેમને મીઠે પરિચય કરાવ્યો.
તીર્થના જીર્ણોદ્ધાર માટે ટીપ ચાલતી હતી તેમાં તે ભીમાએ સાત દ્રમ્પની પૂરી મૂડી આપી દીધી ત્યારે મહામાત્યે આવી નિઃસ્પૃહતા. અને ભક્તિ માટે તેના પ્રત્યે લાગણીભર્યો આનંદ વ્યક્ત કર્યો અને ભીમાનું નામ જીર્ણોદ્ધારની ટીપની વહીમાં સર્વ પ્રથમ લખાવ્યું.
તીર્થમાલાની બેલી બેલાતી હતી ત્યારે રાજા કુમારપાલ, મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org