________________
૬૫૭
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
किं कृतेन न यत्र त्वं यत्र त्वं तत्र कः कलिः । कलौ चेद् भवतो जन्म कलिरस्तु कृतेन किम् ॥
–હે આંબડ! જ્યાં તું નથી ત્યાં કૃતયુગ ફેગટ છે, જ્યાં તું છે ત્યાં કલિયુગ હોય તેયે શું? તારો જન્મ થવાથી કલિયુગ પણ શ્રેષ્ઠ છે, કૃતયુગનું શું કામ છે?
આ જીર્ણોદ્ધારમાં બે કરોડની રકમ ખરચાઈ હતી. (હસ્ત પ્રબંધચિંતામણિ)
તે પછી મંત્રી આંબડે સં. ૧૨૨૫ પછી પાટણના કુમારવિહારમાં ભ૦ શ્રીષભદેવની ચાંદીની પ્રતિમા ભરાવી સ્થાપના કરી હતી. તેમજ ધોળકામાં પોતાના પિતાની ઉદાāસહીમાં ૨૪ દેરીઓ વધારી ઉદયનવિહારીને માટે બનાવ્યું હતું.
રાજા કુમારપાલ પછી અજયપાલ સં. ૧૨૩૦ માં ગુજરાતને રાજા બન્યા. તે દુષ્ટ રાજા હતા. તેણે સામતની ભંભેરણીથી રાજપિતામહ મંત્રી આંબડને હુકમ કર્યો કે, “તું જેમ કુમારપાલને નમતું હતું તેમ તારે મને પણ નમન કરવું જોઈશે, નહિતર યુદ્ધ માટે તૈયાર થઈ જા.” મંત્રી આંબડે રાજાને દુષ્ટ સ્વભાવને સમજીને રાવામિયા થી પણ લાભ ન જોયો ત્યારે મૌન સેવ્યું. રાજાએ તેને મારવા માટે તેના ઘેર માણસ મેકલ્યા. મંત્રીએ પણ પિતાને ઘેર જઈ તીર્થંકરની પૂજા કરી અનશન સ્વીકાર્યું, અને પોતાના માણસોને સાથે લઈ લડવા માટે સામે આવ્યું. એ રાજાના માણસને વિખેર વિખેરતે ઘટીઘર સુધી પહોંચે અને ત્યાં જ મરણ પામ્યો
(જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૧૩૪) ડાહ્યા માણસેએ મંત્રીનું મરણ સાંભળી એટલું જ કહ્યું કે, “હવે ધન જોઈએ તે ભાટ બનજે, વ્યભિચારી બનજે વેશ્યાના ઉસ્તાદ બનજે, દગાર બનજે પણ કઈ રીતે પંડિત ન બનજે, કારણ કે ઉદયનને પુત્ર મંત્રી આંબડ સ્વર્ગમાં ચાલ્યો ગયો છે.” (૨) મહામાત્ય વાહડ–
તે મહામાત્ય ઉદયનને બીજો પુત્ર હતો. રાજા સિદ્ધરાજને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org