________________
૬૧૧
એક્તાલીશમું ] આ અજિતદેવરિ જમાન હતા, ત્યારે કુમારપાલ વખાને માર્યો તેમની પાસે આવ્યો હતે. આચાર્યશ્રીએ તેને ઓળખી લીધે ને સારા આસન ઉપર બેસાડીને આશ્વાસન આપ્યું. તેમણે સ્પષ્ટ નિર્ણય આપ્યું કે, આજથી સાતમે વર્ષે તું રાજા બનીશ.” શ્રાવકોએ તેને રસ્તાની ખરચી માટે ૩૨ દ્રમ્મ આપ્યા.
રાજા સિદ્ધરાજે માળવા પર ચડાઈ કરી ત્યારે તેને આવ વીરસૂરિ અને આ૦ હેમચંદ્રસૂરિની મંગલવાણું થઈ હતી. તે જીતીને પાછો વળે. તેમની વાણુને તે આ વિજયનું મૂળ શકુન માનતે હતું. રાજાએ સં. ૧૧૯માં માળવા જીતીને પાટણમાં ધામધૂમથી પ્રવેશ કર્યો. આઠ વરસૂરિ, આ હેમચંદ્રસૂરિ અને બીજા આચાર્યો તેમજ વિદ્વાનોએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યું. ગુજરાત ગૌરવાન્વિત બન્યું.
એક દિવસે રાજસભામાં રાજ અવંતીથી આવેલા ગ્રંથભંડારના ગ્રંથને જેતે હતે. એવામાં તેને હાથે ભેજવ્યાકરણ ચડી ગયું, ત્યારે આચાર્યશ્રીએ જણાવ્યું કે, “ભેજરાજા મહાવિદ્વાન હતો, જેણે આ ગ્રંથ રચે છે.” સિદ્ધરાજે ઉત્કંઠાપૂર્વક પૂછ્યું, “શું આપણું ગ્રંથભંડારોમાં આવી કેટિના ગ્રંથ નથી? શું ગુજરાતમાં એ કેઈ વિદ્વાન નથી કે આવા મહાન ગ્રંથ રચી શકે ?
ત્યાં ઉપસ્થિત બધા વિદ્વાનેએ ત્યારે આચાર્યશ્રી સામે નજર કેન્દ્રિત કરી અને રાજાએ આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “ભગવાન આજે જે “કાતંત્ર વ્યાકરણ ભણાવાય છે તે નાનું છે. એનાથી વિદ્યાથીને વ્યુત્પત્તિ થતી નથી. બીજી તરફ પાણિનીયવ્યાકરણ વૈદિક પ્રક્રિયાથી કિલષ્ટ બની ગયું છે, તે હે મુનિવર ! તમે જગતના ઉપકાર માટે સરળ અને સુબોધ એવા રાષ્ટ્રિય વ્યાકરણનું નિર્માણ કરે અને મહાપુણ્યના ભાગીદાર બને. મને યશને ભાગી બનાવે અને ગુજરાતને સાહિત્યિક ગૌરવ અપાવે.”
આચાર્યશ્રીએ રાજવીની વિનંતિને સ્વીકાર કર્યો. તેમણે એમના સમય સુધીનાં સમસ્ત વ્યાકરણોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org