________________
એકતાલીસમું ] આ અજિતસૂરિ
૬૧૫ શત્રુંજય તીર્થ અને ગિરનાર તીર્થને છરી પાળને યાત્રા સંઘ કાઢો. રાજાએ શત્રુંજયમાં ઘણે લાભ લીધે પણ તે વૃદ્ધાવસ્થાના કારણે ગિરનાર પહાડ ઉપર ચડી શક્યો નહીં.
જ્યારે સંઘને પડાવ વલભીપુરથી આગળ ચાલ્યા ને ચેગઠ પાસે થાપા અને ઈસાવલ એ બંને પહાડીઓની તળેટી નજીક કરવામાં આવ્યો હતો. રાજાએ એ બંને પહાડીઓ ઉપર ભ૦ ઋષભદેવ અને ભવ પાર્શ્વનાથનાં દેરાસર બંધાવ્યાં. આ દેરાસરના પથ્થરે આજે પણ ત્યાં નજરે પડે છે. કેઈએ એ પથ્થરમાંથી ઊભું કરેલું નાનકડું શિવાલય આજે વિદ્યમાન છે. - આચાર્યશ્રીએ સં. ૧૨૨૮ માં પાટણમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. તેમના હાથે કરાયેલી આ પ્રતિષ્ઠાઓ છેલ્લી હતી. આચાર્યશ્રીને આ૦ બાલચંદ્ર નામે મહત્વાકાંક્ષી શિષ્ય હતા. આ૦ બાલચંદ્ર એ મનસૂબે કર્યો કે જેમ આ૦ હેમચંદ્રસૂરિ અને રાજા કુમારપાલની જેડી છે તેવી કુમારપાલ રાજા પછીના રાજા અજયપાલ સાથે પિતે જોડાઈને વિખ્યાત થવું.
આચાર્યશ્રીએ લગ્નવેલા સાધવા માટે આ બાલચંદ્રને ઘટીયંત્ર ઉપર બેસાડ્યા. આ બાલચંદ્ર પિતાની સ્વાર્થ સાધના માટે મુહૂર્તના સમયમાં ગરબડ કરી વાસ્તવિક લગ્ન આવ્યા પહેલાં જ લગ્ન આવ્યું છે એમ જાહેર કર્યું અને એ જ સમયે ઉપર્યુક્ત પ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરવામાં આવી.
વડેદરાને વેપારી શેઠ કાનજી વસે થેડી વાર પછી હાંફળફાંફળો થતે આચાર્યશ્રી પાસે આવ્યો, તે પિતાના દેરાસરના મૂળનાયકની પ્રતિમાને અંજનશલાકા કરાવવા લાવ્યા હતા, પણ સામગ્રી મેળવવામાં સમય વીતી જવાથી રાજપુરુષેએ તેને અંદર આવવા દીધો નહોતે. પ્રતિષ્ઠાનું કામ સમાપ્ત થતાં તે આચાર્યશ્રી પાસે આવી પગે પડી રેવા લાગ્યું. કૃપામૂર્તિ આચાર્યશ્રીએ બહાર આવીને આકાશમાં નજર નાખી, સૂક્ષ્મ દૃષ્ટિએ જોયું ને તરત જ બેલી ઊઠયા: “અરે ! આ શું થયું ? જે સમયે અંજનશલાકા-પ્રતિષ્ઠા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org