________________
૬૧૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ બાલચંદ્રસૂરિ વિદ્વાન હતા, પણ આ રામચંદ્રસૂરિના પ્રખર વિરોધી હતા. તેમણે જ આ૦ રામચંદ્રને મરાવી નાખ્યા હતા. તેમણે રચેલી સ્નાતની સ્તુતિઓ ખૂબ પ્રસિદ્ધ છે.
૨. આ રામચંદ્રસૂરિ–એકવાર રાજા સિદ્ધરાજે આ. શ્રી હેમચંદ્રસૂરિને પૂછેલું કે, “આપ સરસ્વતી પુત્ર છે, સર્વજ્ઞપુત્ર છે, પણ આપની પાટને ભાવે એવો અધિક ગુણવાળે વિદ્વાન શિષ્ય કેણ છે? - આચાર્ય મહારાજે તે સમયે જણાવેલું કે, “રાજન પં. રામચંદ્ર મારે ગુણવાન શિષ્ય છે, જે સંઘમાન્ય પણ છે.” ' આ સાંભળી રાજા ૫૦ રામચંદ્રનાં દર્શન કરીને આનંદિત થયે હતો.
એક દિવસે રાજા ઉનાળાના દિવસેમાં રાણીઓને સાથે લઈ ગ્રીષ્મક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયે. તેણે ત્યાં પં. રામચંદ્રને જોઈને એકદમ પૂછયું, “ઉનાળાના દિવસે મોટા કેમ હોય છે? શીઘ્ર કવિ રામચંદ્ર કાવ્યમાં ઉત્તર આપે કે – ‘देव ! श्रीगिरिदुर्गमल्ल ! भवता दिगजैत्रयात्रोत्सवे
धावदीरतुरङ्गनिष्ठुरखुरक्षुण्णक्षमामण्डलात् । वातोद्भूतरजोऽमिलत् सुरसरित् सञ्जातपङ्कस्थली
___ दूर्वाचुम्बनचञ्चुरा रविहयास्तेनातिवृद्धं दिनम् ॥
હે ગિરનારના વિજેતા, હે નરેદેવ તારી દિવિજય યાત્રા માં દેડતા ઘોડાઓની ખુરીઓથી ઊડેલી ધૂળ આકાશમાં જઈને સુરગંગામાં પડી ને ત્યાં કાદવ થયે. તેમજ ધરે પણ ઊગી નીકળી. આ તાજી ધરે ખાવાને માટે સૂર્યના ઘડાઓ રેકાતા જાય છે તેથી જ દિવસ માટે થયે છે. - રાજાએ આ ચમત્કારભર્યું કાવ્ય સાંભળી ત્યાં જ સૌની સમક્ષ પં. રામચંદ્રને “કવિકટારમલ'નું બિરુદ આપ્યું. - કવિ ચકવતી શ્રીપાલ પિરવાડે સહસ્ત્રલિંગ સરોવરની પ્રશસ્તિ રચી ત્યારે રાજવીએ તેનું સંશોધન કરવા માટે ઉત્તમ કોટિના સર્વ પંડિતને બેલાવ્યા. આ હેમચંદ્રસૂરિ પિતે ત્યાં પધાર્યા નહીં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org