________________
૬ ૫૪
જેન પરંપરાને ઈતિહાસભાગ રજે [ પ્રકરણ ગુજરાતને મંત્રી બન્યા હતે.
(-પ્રભાવચરિત, પ્ર. ૨૧, ૦ ૪૮ થી પર) કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિના ઉપદેશથી મંત્રી આંબડે ઉદાવસહીમાં ૨૪ દેરીઓ બંધાવી “ઉદયનવિહાર” નામ આપ્યું. ધોળકાના શેઠ ધવલના પુત્ર તથા મંત્રી આંબડના મિત્ર શેઠ વૈરિ સિંહે આચાર્યશ્રીની આજ્ઞાથી તેની ઉપર ૩૧ સ્વર્ણ કળશ ચડાવ્યા હતા. પ્રબંધશતકર્તા આ૦ રામચંદ્ર તેની પ્રશસ્તિ લે ૧૦૪નીબનાવી છે. જોળકાના રણછોડ મંદિરની પાછલી દિવાલમાં એક શિલાખંડ છે, તેમાં આ લેખના શ્લેટ ૭૦ થી ૧૦૪ સુધીના લેકે છે.
(-જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૨૨) (૩) મહામાત્ય ઉદયને ખંભાતમાં પણ સુંદર જૈન મંદિર બંધાવ્યું હતું. તેમાં તે પ્રતિદિન દશન-પૂજન કરતો હતો. થારાપદ્રગચ્છના આ વિજયસિંહે સં૦ ૧૩૧૫ માં ખંભાતના ઉદયનવિહારમાં તીર્થકરોના વીશવટાની પ્રતિષ્ઠા કરી હતી.
મંત્રી ઉદયનને બે પત્નીઓ હતી. પહેલી પત્ની પદ્મા(સુહાદેવી)એ બાહડ અને ચાહડ એ બે પુત્રને જન્મ આપે હતો અને તે પછી મરણ પામી હતી. મંત્રી વાહડે ૭૦ વર્ષના પિતાને બીજું લગ્ન કરવા વિનંતિ કરી પણ પિતાએ ઈનકાર કર્યો. એટલે બાહડે સ્વજને દ્વારા દબાવ લાવી તેમને ફરીથી પરણવાને કબૂલ કરાવ્યું અને પિતે જ વાયડની મઉ નામની મોટી ઉંમરની વણિક કન્યાને શોધી લાવી તેમની સાથે પરણાવી. મહં. માઉ ગૂર્જરેશ્વર કુમાર પાલે શત્રુંજયને છ'રી પાળતો સંઘ કાઢયો હતો તેમાં તે યાત્રા ગઈ હતી.
મંત્રી ઉદયનને કુલ ચાર પુત્રો હતા. તેની વંશાવલી નીચે મુજબ છે –
(૧) દંડનાયક આંબડ–તે મહામાત્ય ઉદયનને મેટો પુત્ર હતે. મહામાત્ય ઉદયનના સ્થાને તે મહામાત્ય અને દંડનાયક બન્યું. તે કવિ હિતે, મેટે પરાક્રમી હતી. તે ઉદાર અને માટે દાની હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org