________________
પૂર્વ
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
મમંદિર લાકડાનું હતું. તેણે ત્યાં પ્રભુનાં દન-પૂજન કર્યાં અને ચૈત્યવંદન કર્યું. તે સમયે તેણે જોયું કે, એક ઉંદર દીવેટમાંથી એક સળગતી વાટ લઈ ને દોડાદોડ કરી રહ્યો હતા. તે દરમાં પ્રવેશ કરે તે પહેલાં દેરાસરના રખેવાળાએ તેની પાસેથી વાટ છેડાવી લીધી. આ ઘટના જોઈને મહામાત્યે વિચાર્યું કે, જો ઉંદર કઈક વાર મળતી વાટને દરમાં લઈ જશે તે આગ લાગી જશે અને મોંદિરના નાશ થશે; તેથી અહીં જીર્ણોદ્ધાર કરી પથ્થરનું નવું દેરાસર બનાવવું જોઇએ. મહામાત્યે ત્યારે ત્યાં જ મનથી પ્રતિજ્ઞા કરી કે, હું આ મંદિરના જર્ણોદ્ધાર કરાવીશ.
મહામાત્ય યાત્રા કરીને લાંબું પ્રયાણુ આરંભી સેના સાથે મળી ગયા. તેણે યુદ્ધ કરી સુવરને જીતી લીધા. પણ યુદ્ધમાં શરીરે ઘણા ઘા પડવાથી અને વૃદ્ધાવસ્થાના કારણે તે અશક્ત ખની ગયા. તે સેના સાથે વઢવાણની છાવણીમાં આવી પહેાંચ્યા. તેને લાગ્યું કે, હવે મારું આયુષ્ય તૂટી રહ્યું છે. તેણે રાજભ્રાતા કીર્તિપાલ તથા સામતાને એકઠા કરીને જણાવ્યુ કે, ‘હવે હું જીવી શકું એમ લાગતું નથી, એટલે મે જે પ્રતિજ્ઞા કરી છે તે પૂરી નહીં થાય તે હું દેવઋણમાંથી મુક્ત નહીં થાઉં. એ કામ મારા પુત્રાએ કરવાનું છે. તમે મારા પુત્રા માહડ અને આંખડ વગેરેને સદેશે પહેાંચડજો કે, તેઓ શત્રુંજય તીર્થના માટે પાયે જીર્ણોદ્ધાર કરાવે. ભરુચના શકુનિકાવિહારના પણ જીર્ણોદ્ધાર કરાવે અને શત્રુંજય તીર્થ ઉપર ચડવાને માટે પાજ બધાવે. બીજી મારી એ ઈચ્છા છે કે, અત્યારે કેાઈ મુનિરાજ આવી મને મૃત્યુની અંતિમ આરાધના કરાવે.’
કીર્તિ પાલ વગેરેએ જવાબ વાળ્યો કે, ‘ મહામાત્ય ! આપ ચિંતા ન કરશે, અમે તમારા સ ંદેશા તમારા પુત્રાને પહોંચાડીશુ, અને તેએ તમારી ઈચ્છાઓને જરૂર પાર પાડશે. એટલુ જ નહીં, અમે પણ એ કાર્યમાં અમારા પૂરેપૂરો સહયોગ આપીશ.'
મહામાત્યની ઈચ્છા મુજબ અહીં તાત્કાલિક સાધુને ખેલાવાય એમ હતું નહીં, તેથી સામતાએ એક યુવાન બહુરૂપીને જૈન સાધુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org