________________
૬૫૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ છીપણુ (લક્ષમી ભાવસાર) પિતાનાં દાસ-દાસી સાથે પ્રભુદર્શન માટે ત્યાં આવી હતી. તેણે ઉદા મહેતાને પરદેશી આગંતુક સાધમ જાણી પૂછ્યું, “ભાઈ! તમે કોના મહેમાન છે ?” ઉદયને જણાવ્યું કે, “બહેન! અમે પરદેશી છીએ તો તમે માની લે કે અમે તમારા જ મહેમાન છીએ.” લચ્છીએ ઉત્સાહથી કહ્યું, “મારે ત્યાં સાધર્મિક ભાઈ મહેમાન હોય એવાં મારાં અહોભાગ્ય કયાંથી ? તમે સૌ મારે ત્યાં ચાલે.” ઉદયન સહકુટુંબ તેને ત્યાં ગયે અને તેણે આપેલા ઘરમાં તે રહેવા લાગ્યા.” - ઉદયને ત્યાં વેપાર ખેડ્યો અને ધન મળવા લાગ્યું. તેણે કાચા મકાનને પાકું ઇંટેનું બનાવવાને ઈરાદે કર્યો. ત્યારે પાયે બેદતાં તેને અઢળક ધન મળ્યું. તેણે તરત જ લાછીને બોલાવી બે હાથ જેડી કહ્યું, “આ ધન તારા મકાનમાંથી નીકળ્યું છે માટે એ તારું ધન છે, તે તું લઈ જા.”
લાછીએ ઉત્તર વા કે, “ભાઈ! એ તે તારા નસીબનું છે માટે એ ધન તારું છે. તે તું રાખ.”
બસ, આજથી ઉદયન શ્રીમાલીના ભાગ્યને સિતારો ચમકવા લાગ્યું. તે ધીરે ધીરે આગળ વધ્યો ને કર્ણાવતી નગરશેઠ બ. સં. ૧૧૭૬ પછી તે રાજા સિદ્ધરાજને મંત્રી બન્યા. રા'ખેંગારને માર્યા પછી તે “મણિગ” ઉપાધિથી પ્રસિદ્ધિ પામ્યું. પ્રબંધકારે ઉદયનને “રાણક તરીકે સંબોધે છે.
(-પુરાતન પ્રબંધસંગ્રહ, પૃ. ૩૨, ૪૦; પ્રબંધકાશ, પૃ૦) છેવટે તે ખંભાતને દંડનાયક બન્યું. તેણે રાજમાતા મિનલદેવીની આજ્ઞાથી ભૂલાદને યાત્રિકવેરા માફ કર્યો. તેણે સં. ૧૧૫૦માં ખંભાતમાં આ૦ હેમચંદ્રસૂરિને દીક્ષા અપાવી હતી.
નુરુદ્દીન મહમમુદ શાફીએ લખ્યું છે કે, “ઉદયનના અમલ વખતે ખંભાતમાં બ્રાહ્મણે તથા અગ્નિપૂજકે એ સુન્ની મુસલમાને પર કેર વર્તાવ્યો હતો, ૮૦ મુસલમાનોને મારી નાખવામાં આવ્યા હતા.
૧. દંડનાયકને પરિચય, જૂઓ (પ્રક૧ ૩૫, ૫૦ ૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org