________________
એકતાર્લીશમું ] આ અજિતદેવસૂરિ અને મસ્જિદને બાળી નાખવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી ઉદયને ઘણું સમભાવથી કામ લીધું હતું. એ સમયે રાજા સિદ્ધરાજે ગુપ્ત રીતે ખંભાત આવી સાચી બાતમી મેળવી. બ્રાહ્મણો તેમજ અગ્નિપૂજકોને દંડ કર્યો હતો.
(-નુરુદ્દીન મહમ્મદ શાફી કૃત “જમે ઉલ હિકાયત ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ, પૃ૦ ૨૭૦;
જૂઓ પ્રક. ૩૫, પૃ૦ ૯૭) ઉદયન સિદ્ધરાજને વિશ્વાસપાત્ર સૂબે હતો. સિદ્ધરાજે કુમાર પાલને શત્રુ તરીકે જાહેર કર્યો અને તે પછી કુમારપાલ સં૦ ૧૧૯૨માં ખંભાતમાં આવ્યું ત્યારે કુમારપાલે સિરિ બ્રાહ્મણને મહામાત્ય પાસે મોકલ્યા હતા. મહામાત્યે ત્યારે સાફ સાફ જણાવ્યું કે, ‘તું રાજાને શત્રુ છે, માટે તું અહીં આવીશ તે ઉદયન તને પકડી લેશે.” એમ જણાવીને રાજ્યની વફાદારી વ્યક્ત કરી હતી.
રાજા સિદ્ધરાજ મરણ પામે ત્યારે મહામાત્યે સેનાપતિ, રાણી, મંડલેશ્વર, સામંતે અને રાણકેની સમ્મતિથી કુમારપાલને ગુજરાતને રાજા બનાવ્યા. રાજા કુમારપાલે તેને ખંભાતને સૂબે કાયમ રાખ્યો અને તેના પુત્રો પૈકી બાહડને પિતાને મહામાત્ય અને આંબડને દંડનાયક બનાવ્યું.
રાજા કુમારપાલે સં. ૧૨૦૮માં વડનગરને કિલે બંધાવ્યો તે મહામાત્ય ઉદયન કે મહામાત્ય બાહડની દેખરેખ નીચે બન્યું હતું. કેમકે તે કિલાના જૂના ભાગમાં મહું ૩૪ એવા શબ્દ કેરાયેલા છે.
(-રાસમાલા, ભા. ૩, પૃ૦ ૩૫૧) રાજા કુમારપાલે સોરઠના ઉદ્ધત બહારવટિયા કુંવર (સાંગણા ડેડીયા)ને દબાવવા માટે વૃદ્ધ મંત્રી ઉદયનને મેલગપુર મેકલ્ય, તેમની સાથે રાજાને ભ્રાતા કીર્તિપાલ, નાડેલને રાજા આહણ ચૌહાણ વગેરે હતા.
એ સમયે મહામાત્ય ઉદયને જતાં જતાં વચલા ગાળામાં સમય મેળવી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી. એ સમયે ત્યાં મૂળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org