________________
એક્તાલીશમું ] આ. અજિતદેવસૂરિ
૬૪૫ દેવના ઉપદેશથી ભરૂચમાં સમલીવિહાર પર સ્વર્ણ કળશ ચડાવ્યું. તેમણે વાંકા અને નિહાણા ગામમાં બે મેટાં જૈન દેરાસરે બંધાવ્યાં. એ બંને ગામ વચ્ચે એક ગાઉની સુરંગ બનાવી હતી, તે દ્વારા શ્રાવકે એક દેરાસરમાં પૂજા કરીને બીજા દેરાસરમાં પૂજા માટે જઈ શકતા હતા. રાજગચ્છના તપસ્વી આ૦ ભદ્રેશ્વરસૂરિ, જેઓ એકાંતરે ઉપવાસ કરતા હતા, તેમના ઉપદેશથી મંત્રી શાંતુ અને દંડનાયક સજજને વડઉદયમાં મોટી રથયાત્રા કાઢી હતી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૨૮)
પં. મેખદેવે સં૦ ૧૧૯૭ ના ચૈત્ર વદિ ૮ ને મંગળવારે જ્યારે રાજા જયસિંહના મહામંત્રી શાંતુ ગુજરાતના દંડનાયક તરીકે વડોદરેમાં હતા ત્યારે એસબંબ માટે “પંચવભુકમ્મથવ”ની ટીકા લખી હતી. (-જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર. નં. ૬૫)
એક વાર મંત્રી હાથણી ઉપર બેસીને ફરતો ફરતો શાંત્વસહીમાં પ્રભુદર્શને આવ્યું, ત્યારે ત્યાં એક ચૈત્યવાસી યતિ વેશ્યાના ખભે હાથ રાખીને ઊભું હતું. મંત્રીએ તેને પણ વિધિપૂર્વક વંદન કર્યું અને થોડી વાર પછી તેને ફરી વાર નમન કર્યું. એ યતિને ખૂબ શરમ આવી. એને મનમાં થયું કે, જમીન જગા આપે તે તેમાં સમાઈ જાઉં. તેણે મંત્રીના ગયા પછી વૈરાગ્ય જાગવાથી બધું છોડી મલધારી આ૦ હેમચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી અને શત્રુંજય તીર્થમાં જઈ તપ આદર્યું. એમનાં એ રીતે બાર વર્ષ વીતી ગયાં.
મંત્રી એક વાર શત્રુંજયની યાત્રાએ ગયા. ત્યાં તેમણે આ તપસ્વીને જોયા પણ ઓળખ્યા નહીં. મંત્રીએ તેમને તેમના ગુરુ વગેરેનું નામ પૂછ્યું. તપસ્વીએ તરત જણાવ્યું કે, “મારે સાચો ગુરુ મહામાત્ય છે.” શાંતૂએ પિતાના કાને હાથ દઈને કહ્યું, “આપ એમ કેમ બેલે છે?” તપસ્વીએ વિગતવાર ખુલાસો કર્યો અને મંત્રીને ધર્મમાં વધુ સ્થિર બનાવ્યું.
મંત્રી થારાપદ્રગચ્છના આ૦ શાંતિસૂરિ, મલધારી આ અભય. દેવ, આ૦ હેમચંદ્રસૂરિ, રાજગચ્છના આ ભદ્રેશ્વર, વડગચ્છના આ૦ વાદિદેવસૂરિ, કલિકાલસર્વજ્ઞ આ૦ હેમચંદ્રસૂરિ વગેરેને ઉપાસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org