________________
૪૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ મહું દેવલ પણ મળે છે.'
શાંતૂએ રાજા ભીમદેવના સમયે રાજકારણમાં પ્રવેશ કર્યો. પ્રથમ તે પાંચ હજાર ઘેડેસવારોને સેનાપતિ થયે અને તે પછી તેણે ક્રમશઃ મંત્રી, દંડનાયક અને મહામાત્યની પદવી મેળવી. રાજા સિદ્ધરાજે સં૦ ૧૧૫૦ માં પાટણમાં ગાદીએ બેસતાં જ અત્યાચારને દબાવવા મંત્રી શાંતુની સલાહથી કામ લીધું. તેણે સર્વ પ્રથમ પિતાના મામા મદનપાલને મારી નાખે. સિદ્ધરાજે સં૦ ૧૧૧ લગભગમાં માલવા પર ચડાઈ કરી ત્યારે તેની સામે પંચમહાલને ભલેએ લડાઈને મેરા ગોઠવ્યું હતું. મહામાત્ય શાંતૂએ આસપાસના ગામમાંથી સૈન્ય એકઠું કરીને એ મેર તેડી નાખે. તે પછી શાંત ભરૂચને દંડનાયક બન્યું હતું.
તેણે પાટણમાં શાંત્વસહી ચૈત્ય, થરાદમાં થારાપદ્રગચ્છનું દેરાસર, પિતાના મોસાળ મંકા ગામમાં પોતાની માતાના કલ્યાણ માટે સં૦ ૧૧૨૬ ના વૈશાખ વદિ ૧૧ ને શનિવારે મૂળનાયકનું પરિકર તથા ૧૬૦ જિનેશ્વરને પટ્ટ, આબૂ ઉપર વિમલવસહીની ૧૩ મી દેરીમાં સં. ૧૧૧૯ માં પોતાના પુત્રના કલ્યાણ માટે જિનપ્રતિમા ભરાવી અને આશાવલમાં શાંત્વસહી બંધાવી. મલ૦ આ અભય
१. थारापद्रीयसन्ताने भीमभूपालवल्लभः ।
शान्तामात्यो महीख्यातोऽजनि श्रावकसत्तमः ॥ भार्या तस्य शिवादेवी श्रेयसे प्रतिमामिमाम् । નિજા-પાયો [તો] રવાના નિર્માન્ હં ૧૧૧૧
(–પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા૦ ૨, પૃ૧૨૬) ૨. હારીજથી ચાણસ્મા જતાં ૫ કોશ દૂર જતાં વચ્ચે મંકા ગામ આવે છે. આજે અહીં એકે શ્રાવક નથી તેમ દેરાસર પણ નથી. અહી સં. ૧૯૩૪ માં જમીનમાંથી ૭૫ જિનપ્રતિમાનાં પરિકરો નીકળ્યાં હતાં, તેમાંના કેટલાંક હારીજ, જમણપુર, કંઈ વગેરે તીર્થોમાં વિદ્યમાન છે.
(-જૈન સત્ય પ્રકાશ, ૪૦ ૧૫, ૫૦ ૧૨૪) ૩. ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૧૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org