________________
૬૪૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ રાજા હતો. રાજા અલ્લટ ચિત્તોડને રાજા હતા. તે આ પ્રદ્યુમ્નસૂરિને પરમભક્ત જૈન હતો. તેને પુત્ર ભુવનપાલ સવાલક કૂચેરાને રાજા હતા. તે અહીં સગોત્રી તરીકે આવીને ગાદીએ બેઠે.
(-પ્રક. ૩૪, પૃ. ૫૯૨) રાજા અલ્લટની પરંપરામાં ચિત્તોડની ગાદીએ રાણે રણસિંહ થયે.
રાણે રણસિંહ (સં. ૧૨૧૧)–આ રાણુનાં સંગ્રામસિંહ અને સમરસિંહ એવાં નામે પણ મળે છે. તે સં૦ ૧૨૧૧ માં થયે હતે. આ રાણું રણસિંહથી સીદિયા રાજાઓ “રાણું ”થી ઓળખાવા લાગ્યા. તેને કરણસિંહ નામે પુત્ર અને ધીરસિંહ નામે પૌત્ર હતે.
તે ધીરસિંહે સં. ૧૨૨ત્ની આસપાસમાં જૈનધર્મ સ્વીકાર્યો અને તેનાથી “સીસોદિયા ઓશવાલવંશ” ચલાવ્યો. - સદિયા ઓશવાલે મેવાડની નિર્જયમાં આવેલા ભૂલાનગરમાં રહેતા હતા. ભૂલાનગર દટ્ટનપટ્ટણ થતાં ત્યાંનું એક સીદિયા કુટુંબ અમદાવાદ આવી વસ્યું, જે આજે નગરશેઠના કુટુંબ તરીકે પ્રસિદ્ધ છે. ભૂલાનગરની આસપાસના પ્રદેશમાં પાંચમની તિથિ માટે “પાંચમના કામમાં પંચાત પડે.” એવી માન્યતા છે. એ જ રીતે નગર શેઠના કુટુંબમાં પણ પાંચમને દિવસ અશુભ લેખાય છે. તે માટે એવી દંતકથા મળે છે કે, સીસોદિયાવંશની એક કુમારિકા પાંચમના દિવસે શુભ કામ માટે ગઈ હતી. તેને રસ્તામાં ખૂબ પજવણી થઈ અને રસ્તામાં જ તે મરણ પામી. ત્યારથી સીસોદિયા ઓશવાલો પાંચમ ના દિવસે કઈ પણ જાતનું શુભ કામ કરતા નથી. પાંચમ માટેની આ માન્યતા ભૂલાનગર અને નગરશેઠના કુટુંબને પ્રાચીન સંબંધ હોવાનું પુરવાર કરે છે. છેડાએક વર્ષો પહેલાં ભૂલાનગરનું ખેદકામ થયું ત્યારે તેમાંથી ઘણું જિનપ્રતિમાઓ મળી આવી હતી. તે પ્રતિમાઓ આજે શહિડાના જિનમંદિરમાં વિદ્યમાન છે.
(–જૂઓ, પ્રક. ૫૮, નગરશેઠવંશ તથા પટ્ટાવલીસમુચ્ચય, ભા. ૨, પૃ૦ ૨૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org