________________
૬ ૧૬
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
થઈ છે તે મુહૂર્ત તા દૂષણવાળુ છે તે પ્રતિષ્ઠાપક તથા પ્રતિમાજીને વધુમાં વધુ ત્રણ વર્ષનું આયુષ્ય આપનારું છે.
આચાર્યશ્રીએ તરત જ સાચું મુહૂર્ત આવતાં શેઠ કાનજીની પ્રતિમાની અંજનશલાકા કરી, જે પ્રતિમા અત્યંત પ્રભાવશાળી બની. સંભવત: આ ત્રણે જિનપ્રતિમા એ તે—૧. ગાડીપુરની, ૨. મહે મદાવાદની અને ૩. તારંગાની છે. (–જૂઓ, ૫૦ નેમવિજયગણનું ગાડીજીપાર્શ્વનાથનું સ્તવન, પ્રક૦૫૮) આચાર્યશ્રીએ એ ઉત્સવમાં જાહેર કર્યું કે મારું આયુષ્ય હવે માત્ર છ મહિનાનુ બાકી છે અને કુમારપાલ પણ મારા પછી છ મહિને મરણ પામશે.
ધર્મ પ્રચાર
આચાર્યશ્રીએ પાંત્રીશ હજાર જેટલાં ઘરાના માનવીઓને જૈન બનાવ્યા. આમ તેઓ બધી રીતે સમર્થ હતા, તેઓ ધારત તે પેાતાના નવા ગચ્છ સ્થાપીને ચલાવી શકત, પણ તેઓ એવા ગર્વિષ્ટ મહત્ત્વાકાંક્ષી નહાતા. તેઓ સમદર્શી હતા, અધૂરા નહેાતા, ઉતાવળિયા નહેાતા, સ્થિતપ્રજ્ઞ હતા, જ્ઞાનના સાગર હતા. અહુના પૂજારી નહેાતા, વીતરાગના અનુગામી હતા. આથી તેમણે નવા પથ ચલાવવાના સ્વપ્ને પણ ખ્યાલ ન કર્યાં અને તી કરના શાસનની સતા મુખી રક્ષા કરવાને સદા ઉદ્યમશીલ રહ્યા.
વળી, તેમના શરીર અને કાર્યક્ષમતાનું વર્ણન આ પ્રકારે મળે છે
તેમનામાં સેાના જેવી શરીર કાંતિ હતી, કમલની પાંખડી જેવી આખા .હતી. જોનારને હર્ષ ઉત્પન્ન કરે તેવું સુખ હતું. તેમનું ચારિત્ર ચમત્કારી હતું. તેમનામાં ખાવીશે પરીષહે! જીતવાનું સામર્થ્ય હતું. તપસ્યાની પણ શક્તિ હતી. તેમની બુદ્ધિ વિષયા શાસ્ત્રને ઉકેલી શકતી. વ્યાકરણ જેવા ગ્રંથા રચવાની કુશળતા હતી, પરવાદીને જીતવાની તીક્ષ્ણ તર્કશક્તિ હતી. ધારી અસર કરે તેવી કવિત્વ શક્તિ હતી. અયેાગ્ય અને પતિતને પણ ધર્માંમાં સ્થાપવાનુ અને તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org