________________
૬૧૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ આચાર્યશ્રીએ રાજા કુમારપાલને ઉપદેશ આપે, તેથી સં૦ ૧૨૧૬ માં રાજાએ સમ્યક્ત્વ સાથે શ્રાવકનાં બાર વત ઉચ્ચર્યા. આચાર્યશ્રીએ તેને આશીર્વાદમાં પરમહંત અને રાજર્ષિ એવાં બિરુદે આપ્યાં અને રાજાના આગ્રહથી તેના આધ્યાત્મિક બધ માટે વીતરાગસ્તોત્ર” અને “સટીકગશાસ્ત્રની રચના કરી.
રાજા કુમારપાલે આચાર્યશ્રીના ઉપદેશથી ઘણું કુમારપાલવિહારે-૧૪૪૪ દેરાસરે, ઘણાએક જીર્ણોદ્ધારે, ૨૧ જ્ઞાન ભંડાર કરાવ્યા અને ઘણી દાનશાલાઓ ખેલી. નિર્ધન જેનેનેસ્વામી ભાઈઓને ૧૪ કરેડની મદદ કરી. રૂદતી ધનને નિયમ રદ કર્યો અને જનતા ઉપર પડેલા ઘણું કરેને માફ કર્યા. તે પછી તેણે સિદ્ધહેમકુમાર સંવત્ ચલાવ્યું.
પં. વામરાશિએ રાજા સિદ્ધરાજના સમયે આચાર્યશ્રીને ગાળે આપી હતી. તેથી આચાર્યશ્રી નારાજ થતાં તેની આજીવિકા બંધ કરવામાં આવી હતી, તેમજ પ્રભાસપાટણના શિવાલયના મહંત ભાવ બહસ્પતિએ શરાબ સેવન વગેરેની ભૂલ કરી હતી. તેથી તેમની આજીવિકા બંધ કરવામાં આવી હતી. તે બંનેએ આચાર્યશ્રીના ચરણે આવીને ભૂલની માફી માગી હતી એટલે રાજા કુમારપાલે તેઓની આજીવિકા ફરીથી ચાલુ કરી હતી. આ ઘટના સં૦ ૧૨૨૫ માં બની હતી.'
મહામાત્ય આંબડે જીર્ણોદ્ધાર કરાવી ભરુચના શકુનિકાવિહારમાં સં. ૧૨૨૨ માં ભ૦ મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરી. તેમજ મંત્રી અબડે પિતાના પિતાના ઉદયનવસતિને વિસ્તાર કરી ઉદયનવિહાર બંધાવ્યું, તે બંનેની પ્રતિષ્ઠા પણ સં. ૧૨૨૩માં આચાર્યશ્રીના હાથે કરાવી. રાજા કુમારપાલે આચાર્યશ્રીના ઉપદેશથી સં૦ ૧૨૨૬ માં
૧. મહંત ભાવ બુડપતિને સં૦ ૧૨૨ માં ફરી વાર આજીવિકા બાંધી આપી તે વિશે જુઓ, પાટણના ભદ્રકાળી મંદિરમાં શિલાલેખ-ખંડ તથા જુઓ, પ્રક. ૩૫, પૃ. ૧૨૪નું ટિપણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org