________________
૧૨
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૨જો
[ પ્રકરણ નવું ‘સિદ્ધહેમચંદ્ર વ્યાકરણ' રચ્યું. તેમાં ૮ અધ્યાય તથા ૩૨ પાદ રાખ્યાં, દરેક પાદની અંતે એકેક શ્લાક અને છેલ્લે ચાર બ્લેક એમ કુલ ૩૫ શ્ર્લાક નેડી; તેમાં ચૌલુકચરાજવંશનું લાક્ષણિક દન કરાવ્યું છે. એ વ્યાકરણની સરળતા માટે પૂર્તિમાં લવ્રુત્તિ, બૃહવૃત્તિ, ધાતુપાઠ, અનુશાસન, ધાતુપારાયણુ, શબ્દકોશો, હ્રયાશ્રય કાવ્ય વગેરે જરૂરી અંગોપાંગ પ્રથા બનાવ્યા.
રાજપુરાહિત અને વિદ્વાન સભાસદોએ એ વ્યાકરણનુ ત્રણ વાર વાચન-મનન કરી તેને શુદ્ધ વ્યાકરણ તરીકે જાહેર કર્યું. રાજાએ તે વ્યાકરણને હાથીની અંબાડી ઉપર પધરાવી, નગરમાં ફેરવીને સત્કાર કર્યો. ૩૦૦ લહિયાએ રોકી તેની ઘણી નકલે લખાવી દેશેાદેશ માકલી. ૨૦ નકલા કાશ્મીર મેાકલાવી અને પાટણમાં વ્યાકરણના અજોડ વિદ્વાન કાલ કાયસ્થની અધ્યક્ષતામાં સિદ્ધહેમચંદ્ર વ્યાકરણનું પઠન-પાઠન શરૂ કરાવ્યું. (પ્રક૦ ૩૫, પૃ૦ ૯૬) આચાર્યશ્રીએ બીજા પણ વિવિધ વિષયના ગ્રંથા રચ્યા છે. આચાર્ય શ્રી સ૦ ૧૧૯૮ ના ચતુર્માસમાં ખંભાતમાં હતા ત્યારે રાજા સિદ્ધરાજ સ૦ ૧૧૯૯ ના કાર્તિક સુદિ ૩ ના રાજ પાટણમાં મરણ પામ્યા. કુમારપાલ ખંભાત આવીને શેઠ સાંખની સાથે આચાર્યશ્રી પાસે આવ્યેા. તે આશીર્વાદ મેળવી પાટણ ગયા અને સ’૦ ૧૧૯૯ માં ગુજરાતના રાજા બન્યા.
આચાર્ય શ્રી વિહાર કરતા કરતા પાટણ પધાર્યા. અહીં સ ૧૨૦૭ માં તેમનાં માતા પૂર્વ પ્રવર્તિની પાહિનીજીએ અનશન કર્યું. શ્રાવકાએ પુણ્યમાં ૩ કરોડ વાપર્યો અને આચાર્યશ્રીએ ત્રણ લાખ શ્લાકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાલધર્મ પામ્યાં. એમના શખની શિખિકા ત્રિપુરુષ-ધર્મસ્થાનના ખાવાઓએ તેાડી નાખી એટલે આચાર્યશ્રીએ એ વાત રાજ કુમારપાલને જણાવી. રાજવીએ તેને ચેાગ્ય શિક્ષા કરી.
એ જ સમયે રાજવી કુમારપાલે આચાર્યશ્રીને પ્રતિદિન રાજ મહેલમાં પધારવા વિનંતિ કરી અને આચાર્ય શ્રીના રાજમહેલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org