________________
१२८ જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ સર્વાગપૂર્ણ વ્યાકરણ બન્યું અને તેનું નામ રાખ્યું “સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન. તેમાં આઠ અધ્યાય અને બત્રીશ પાદ છે.
રાજા સિદ્ધરાજ વિચારશીલ હતા, વિચક્ષણ હતું. તેણે પિતાના રાજપુરોહિત તથા રાજસભાના વિદ્વાનને બેસાડી આ વ્યાકરણને ચકાસ્યું અને તેને આ વ્યાકરણ સગેવાંગ પૂર્ણ અને શુદ્ધ છે એવી ખાતરી થઈ ત્યારે તેણે એ વ્યાકરણને હાથીની અંબાડીમાં પધરાવી, વાજતેગાજતે શહેરમાં ફેરવી, રાજમહેલમાં પધરાવી તેની પૂજા કરી. તેને માટે ૩૦૦ લહિયા બેસાડી તેની ઘણી નકલે લખાવી, જેમાંથી ૨૦ નકલે કાશ્મીરમાં મોકલી અને બીજી નકલે ગુજરાત બહાર જુદા જુદા દેશમાં મોકલી તેમજ વ્યાકરણના અજોડ અધ્યાપક કક્કલ કાયસ્થને નિયુક્ત કરી પાટણમાં સિદ્ધહેમના પઠનપાઠનની સુગમ વ્યવસ્થા કરી. આથી સિદ્ધહેમ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. એક વિદ્વાન તે ત્યાં સુધી જણાવે છે કે – - भ्रातः ! संवृणु पागिनिप्रलपितं कातन्त्रकन्था वृथा
' मा कार्षीः कटुशाकटायनवचः क्षुद्रेण चान्द्रेण किम् । किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि
. श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥' આ હેમચંદ્રસૂરિ વ્યાકરણ રચીને અમર થયા. તે પછી તે તેમણે જુદા જુદા વિષયના અનેક ગ્રંથ રચ્યા છે.
તેઓ એકી સાથે પાંચ, સાત, દશ લહિયાઓને આતરું ન પડે એ રીતે કુશળતાથી પિતાના રચેલા ગ્રંથોનું આલેખન કરાવતા હતા.
તેમની અવધાનશક્તિ અજબ હતી. પોતે જે વિષયને ગૂંથવા ધારે તે તે વિષયના સંસ્કૃત ભાષાના જાણકાર લહિયાઓને એક પંક્તિમાં બેસાડી એકેક વિષયને નવો ન લેક બનાવી તેમને કમશઃ લખાવતા હતા. આ કામ એટલું શીવ્રતાથી થતું હતું કે, લહિયે પિતાના વિષયને એક શ્લેક લખે એટલામાં જ આચાર્યશ્રી બીજા લહિયાઓને તેના તેના વિષયના નવા કે લખાવી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org