________________
એકતાલીસમું ] આ અજિતદેવસૂરિ
૬ ૦૯ વાની તક ન આપવી. તેને સત્કાર પણ ન કરે.” - આચાર્યશ્રીએ ગંભીરપણે કવિરાજ શ્રીપાલને જણાવ્યું કે, “મહાનુભાવ ! એ અસાધારણ સિદ્ધ સારસ્વત પંડિત છે. એ નિરભિમાની બનીને આવે તે તેને સત્કાર આપે જ જોઈએ.”
એક દિવસે પં. દેવબોધ આ૦ હેમચંદ્રસૂરિને મળવા ઉપાશ્રયે આવ્યું. આચાર્યશ્રીએ તેને પિતાના અર્ધઆસન ઉપર બેસાડી સત્કાર કર્યો. પં. દેવબંધ આચાર્ય શ્રી માટે બેલ્યા કે–
‘पातु वो हेमगोपालो दण्ड-कम्बलमुद्वहन् । ____ षड्दर्शनपशुग्रामाँश्चारयन् जैनवाटके ।।'
–જે ષદર્શનરૂપ પશુઓને જેન ગોચરમાં ચારી રહ્યા છે તે દંડ અને કાંબળીવાળા હેમ–ગોપાલ તમારું રક્ષણ કરે.
આચાર્યશ્રીએ ત્યાં ત્યારે જ કવિરાજ શ્રીપાલને બેલાવી તે બંને વચ્ચે મૈત્રી કરાવી દીધી, કેમકે ઝગડે મટાડે એ સાધુને પ્રથમ ધર્મ છે. વળી, રાજા પાસેથી તેને લાખ દ્રવ્ય અપાવ્યું અને તે પછી દેવબોધ આત્મકલ્યાણ માટે ગંગાકિનારે ચાલ્યા ગયે.
એકવાર રાજાએ યાત્રાએ જતાં આ૦ હેમચંદ્રસૂરિને વાહન ઉપર બેસવાની વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ સાધુ માટે તે અકથ્ય બતાવી ઈન્કાર કર્યો. આથી રાજાએ કહ્યું કે, “તમે જડ છે.” આચાર્યું ટૂંકે ઉત્તર આપ્યો, “હા, અમે નિજડ છીએ.”
તે પછી રાજા ચોથે દિવસે ઉપાશ્રયે આવ્યું ત્યારે આચાર્યશ્રી આયંબિલ કરતા હતા. રાજાને તે વિશે ખબર નહોતી. રાજાએ પડદે ઊંચકી જોયું તે આચાર્યશ્રી લૂખુસૂકું ભજન કરી રહ્યા હતા તે તેના પ્રત્યક્ષ જાણવા-જોવામાં આવ્યું. રાજા આચાર્યશ્રીના ત્યાગ, તપસ્યા અને શાંત સાભાવથી ખૂબ પ્રભાવિત થયે.
સિદ્ધરાજને પુત્ર નહે. એનું તેને મોટું દુઃખ હતું. તે પુત્રકામનાથી સં૦ ૧૧૮૫માં ઉઘાડે પગે તીર્થયાત્રા કરવા નીકળે. તેણે આચાર્યશ્રીને પણ સાથે લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org