________________
એકતાલીશનું ]
અ અજિતદેવસૂરિ
૬૦૭
આ॰ વાદિદેવસૂરિએ એવી રીત ન દાખવી. તેએ તે માનતા હતા કે, જે વિજય વિદ્યાથી મળે છે તે જ સાચા વિજય છે. ધનથી મેળવાયેલા વિજય સાચેા નથી હાતેા. પણ આ પ્રસંગે એક માત્ર રાજમાતાના ભય હતા. રાજમાતા મિનલદેવી તેમના પિય રના કારણે હિઁગ ખરાચાર્ય તરફ પક્ષપાત બતાવે એ વાત તરફ આ॰ હેમચ'દ્રસૂરિનું લક્ષ ગયું. તેઓ હમેશાં રાજમહેલમાં જતાઆવતા. અવારનવાર રાજમાતા પણ આચાર્ય શ્રીના ઉપદેશ સાંભળતાં. તેઓ આ પ્રસંગે રાજમહેલમાં જઈ રાજમાતાને મળ્યા અને જણાવ્યું, ‘માતા ! દિગંબરે આ શાસ્ત્રાર્થમાં એવું સિદ્ધ કરવાના છે કે, સ્ત્રીઓએ કરેલા ધમ નકામા જાય છે, જ્યારે શ્વેતાંબરા એવું સિદ્ધ કરવાના છે કે, સ્ત્રીઓએ કરેલા ધર્મ ફાક જતા નથી.’
રાજમાતાએ આ અંગે પાકી તપાસ કરી અને આ૦ હેમચંદ્રસૂરિની વાતને સાચી માન્યા પછી દિગંબરાના પક્ષ છોડી દીધું. પિરણામે વાદ્ય માટેના ન્યાય મેળવવામાં આડખીલી નડી નહીં. આ વાદિદેવસૂરિની પ્રમળ યુક્તિ આગળ આ॰ કુમુદચંદ્ર ઝાંખા પડી ગયા અને દક્ષિણના પડતા પર ગુજરાતના આ વિદ્વાન વાદીએ વિજયની મહેાર મારી. (જૂએ, પ્રક૦ ૪૧, પૃ૦ ૫૭૦) આ સમયે આ॰ હેમચંદ્રસૂરિ ૩૬ વર્ષની ઉંમરના હતા. પણ તે નૈષ્ઠિક બ્રહ્મચર્યના એજસ્થી સનત્કુમાર વગેરેની જેમ આલ મુનિ જેવા દેખાતા હતા. દિગબરાચાર્યે તેમની મશ્કરી કરવા ધાર્યું પણ આચાર્યશ્રીએ તેમને લજાવે એવે રોકડા જવાબ વાન્યા. તેમણે સંભળાવી દીધું કે, ‘ તમે મને ખાળક માના છે પણ ખરા બાળક તા એ જ છે કે, જે લંગાટી પણ વીંટી શકતા નથી. જેઈ લે, મે તે કપડાં પહેરેલાં છે.' એ સાંભળી સૌ હસી પડયા.
રાજા સિદ્ધરાજે આ શાસ્રાર્થના ઉપલક્ષમાં આ૦ વાદિદેવસૂરિને લાખ રૂપિયાની રકમ તથા ખાર ગામ આપવાને જણાવ્યું ત્યારે આચાર્યશ્રીએ તે દાનના સ્વીકાર ન કર્યાં. આથી રાજાએ તે દ્રવ્ય વર્ડ પાટણમાં મોટા જિનપ્રાસાદ બધાવ્યા અને તેમાં સ’૦ ૧૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org