________________
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ નાસિકના શ્રીચંદ્રપ્રભુના દેરાસરમાં વિદ્યમાન છે. તેમ કેદારતીર્થમાં પણ છે. તેથી જેને જ્યાં શ્રદ્ધા હોય તે ત્યાં તેમને પૂજે.
જ્યાં પ્રગટ જ્ઞાન છે ત્યાં ધર્મ છે. જ્ઞાન ગમે ત્યાં હોઈ શકે. જ્ઞાન અને ગંગા એ કેઈની ધરોહર નથી.”
બ્રાહ્મણે આ ખુલાસે સાંભળી મૌન રહ્યા. રાજાએ આચાર્યશ્રીને વ્યાખ્યાન ચાલુ રાખવાને વિનંતિ કરી.
એક દિવસે પુરોહિત આમિગે આચાર્યશ્રીને જણાવ્યું, ‘તમારી ઉપદેશસભામાં સ્ત્રીઓ શણગાર સજીને આવે છે અને જેને પિતાને માટે તૈયાર કરાવેલે પૌષ્ટિક આહાર તમને આપે છે ત્યારે તમારું બ્રહ્મચર્ય કેવી રીતે ટકી શકે ? કારણ કે, પત્રભેજી પારાશર ઋષિ વગેરે પણ સ્ત્રીમાં મેહ પામ્યા, તે પછી દૂધ, દહીં, ઘી વગેરે ખાનારા માનવી પોતાની ઇંદ્રિયને કાબૂમાં રાખે એ તે સમુદ્રમાં વિંધ્યાચલ ડૂખ્યા જેવી વાત છે.” - આચાર્યશ્રીએ હસીને જવાબ આપે, “પુહિતજી! તમારે નિર્ણય વિચારપૂર્વકને નથી. સાંભળો, સિંહ બળવાન છે, તે હરણ, ડુક્કર વગેરેનું માંસ ખાય છે. છતાં વર્ષભરમાં એક જ વાર વિષયસેવન કરે છે. જ્યારે કબૂતર કાંકરા અને ધાન્ય ખાય છે છતાં નિરંતર કામી બની રહે છે તેનું શું કારણ?
આ સમયે સિદ્ધરાજે જણાવ્યું કે, “ઉત્તર દેવાની તેવડ ન હોય છતાં રાજસભામાં ફાવે તેમ બેલે એ ઉતાવળિયે સ્વભાવ કહેવાય.” પુરોહિત આ ઠપકાથી શરમિંદ બની ગયે. - વાદી ગુરુ આ દેવસૂરિએ સિદ્ધરાજની સભામાં સં. ૧૧૮૧ના વૈશાખ સુદિ ૧૫ના રેજ દિગંબરાચાર્ય કુમુદચંદ્રને હરાવી વિજય પતાકા મેળવી અને વેતાંબરેએ જૈનધર્મ અને ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું, તેમાં આ હેમચંદ્રસૂરિને પણ સબળ હાથ હતા. દિગંબરાચાર્યે પૈસાના બળથી ખજાનાપ્રધાન ગાંગિલ, રાજસભાના કેશવ નામના ત્રણ સભ્ય અને બીજા દર્શનીઓને પિતાના પક્ષમાં લીધા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org