________________
૬૦ ૪
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ રને
[ પ્રકરણુ
જ અવસરે બજારમાં
થઈ ને જઈ રહ્યા હતા. રાજાએ આચાર્યશ્રી
C
:
પાસે આવીને પૂછ્યું, મહાત્મન્ ! તમારે કઈ કહેવું છે ?” અવસરન આચાય શ્રીએ પ્રસન્નમુખે જણાવ્યું, · સિદ્ધરાજ! તારા ગજને શંકા રાખ્યા વિના જ આગળ ચલાવ. કદાચ દિગ્ગજો ગભરાઈ જાય તે તેને તારે વિચાર કરવા નહીં. કેમકે પૃથ્વીને તે તું જ ધારણ કરી રહ્યો છે.' રાજવીએ આચાર્ય શ્રી ઉપર ચીઠી નજર નાખી.
સિદ્ધરાજના દિલમાં ગ્યાત્રાના વિચારા ઊડ્યા હતા. બરાબર એ જ સમયે તેને પ્રસન્નમુખ આચાર્ય શ્રીનાં દર્શીન થયાં. તેમના જ શ્રીમુખેથી મહામ ગલરૂપ આશીર્વાદ મળ્યા, એટલે રાજવીએ આ ઘટના મહાશકુનવંતી માની લીધી અને આચાર્યશ્રીને વિનતિ કરી કે, ‘આપ હમેશાં બપારે મને પ્રમેાદ-વિનેાદ આપવા પધારજો. રાજમહેલમાં પ્રવેશ
આચાર્યશ્રીએ રાજાના આ આમત્રણને શુભ શકુન માની લઈ તે આજથી રાજમહેલમાં જવા લાગ્યા. તે પેાતાના ચારિત્ર્યખળથી અને પ્રતિભાથી ધીમે ધીમે રાજસભામાં પ્રતિષ્ઠા પામ્યા. રાજસભામાં આચાર્યશ્રીના ઉત્કષ જોઈ બીજા પડિતાના દિલમાં साक्षरः साक्षरं दृष्ट्वा એ ન્યાયે ઇર્ષ્યાએ જન્મ લીધેા. પણ આચાર્ય શ્રી તા સૌમ્યભાવથી તેમને શાંત કરતા અને પેાતાની પ્રતિભાથી પ્રભાવિત કરતા રહેતા.
એક દિવસ એક ચારણુ કવિ રાજાની સભામાં આવ્યો. તે અપભ્રંશ ભાષામાં કવિત્ત બનાવીને ખેાલવા લાગ્યા. તે કવિત્તના પ્રારંભમાં આચાર્ય હેમચંદ્રનુ નામ હતું તેથી તે સાંભળીને ખીજા પડિતાને ગુસ્સો આવ્યો પણ પછીનાં ચરણા જ્યારે તેમણે સાંભળ્યાં ત્યારે તે બધા ખુશ થયા એટલું જ નહીં પણ તેએ આશ્ચર્યચિકત થઈ ગયા. ચારણે આચાર્ય શ્રીના કહેવાથી એ કવિત્તને ત્રણ વાર ઊંચે સ્વરે લલકાર્યું. આથી સભ્યાએ આચાર્યના ઉપદેશથી તે ચારણને ત્રીશ હજારનું ઇનામ આપ્યું. ચારણે હર્ષિત થઈ કહ્યું : વાર કવિત્ત સભળાવ્યું છે તે મારા ગજા પ્રમાણે ખરાખર છે અને
મેં ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org