________________
એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ
૬૦૩ તેમને થયું કે, આ લેભી હોવો જોઈએ. તેમણે ગુરુજીને ગુપ્ત સંકેત કર્યો, પણ ગુરુજી કંઈ સમજી ન શક્યા. પણ ચતુર શેઠને પુત્ર એ હકીકત પામી ગયે. તેણે ઊભા થઈ બાલમુનિને ઊંચકીને તે ઢગલા ઉપર જ બેસાડી દીધા. એ બાલબ્રહ્મચારી ચારિત્રનિષ્ઠ બાલમુનિના ચારિત્રના પ્રભાવથી કચરાને ઢગલે પ્રગટ રીતે સેનાને બની ગયે. શેઠના પુત્રે હર્ષ પામીને ગુરુમહારાજને વિનંતિ કરતાં જણાવ્યું કે, “નાના મહારાજ તે પ્રત્યક્ષ સ્વર્ણ પુરુષ છે. એ સેમચંદ્ર નથી પણ હેમચંદ્ર છે. ગુરુદેવ ! આપ આ મુનિને આચાર્યપદવીથી અલંકૃત કરે અને તે ઉત્સવમાં આ શ્રાવકને લાભ મળે એવી કૃપા કરે.”
આચાર્ય મહારાજે પણ મુનિ સેમચંદ્રને હેમચંદ્રરૂપે નિહાળ્યા.
(–વીરવંશાવલી, સહમકુલપટ્ટાવલી, પટ્ટાવલીસમુચ્ચય, ભાગ ૨) આચાર્યપદ
ગુરુદેવે આ બાલમુનિને કામવિજેતા અને સર્વ રીતે એગ્ય જાણું સં૦ ૧૨૬૬ ના વિશાખ સુદિ ૩ ના દિવસે મધ્યાહ્ન સમયે કર્ક લગ્નમાં પહેલે ગુરુ, ત્રીજે રાહુ, છડું મંગળ, નવમે શુક-કેતુ, દશમે સૂર્યબુધ અને અગિયારમે ચંદ્ર-શનિ હતા–એ યોગમાં ખંભાતનગરમાં આચાર્યપદવી આપી, તેના કર્ણને ચંદન-કપૂરથી સુવાસિત કરીને સૂરિમંત્ર આપ્યું અને તેનું નામ આ૦ હેમચંદ્રસૂરિ રાખ્યું.
આ સમયે માતા પાહિનીએ ઘણું ઉલ્લાસથી દીક્ષા લીધી. આ નવા આચાર્યશ્રીની ભાવના અનુસાર આચાર્યશ્રીએ સાધ્વી પાહિનીને પ્રવતિનીપદ આપ્યું અને સંઘે પ્રવતિનીને સિંહાસન ઉપર બેસવાની અનુમતિ આપી.
આ દેવચંદ્રસૂરિ સં૦ ૧૧૬૭ લગભગમાં સમાધિથી કાલ કરી સ્વ ગયા અને આ૦ હેમચંદ્રસૂરિ સપરિવાર વિહાર કરતા કરતા પાટણ પધાર્યા. *
એક દિવસે રાજા સિદ્ધરાજની સવારી બજારમાંથી પસાર થઈ રહી હતી. રાજા હાથી ઉપર બેઠે હતે. આ હેમચંદ્રસૂરિ પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org