________________
એકતાલીશમું ]
આ અજિતદેવસૂરિ
દીક્ષા—
આ દેવચંદ્રસૂરિ ચાંગદેવને સાથે લઈ વિહાર કરતા કરતા કર્ણાવતી પધાર્યાં. કર્ણાવતીમાં શેઠ ઉદાયન રાજમાન્ય શ્રેષ્ઠી હતા. સાચા શેઠ ચાંગને પાછે લઈ આવવા કર્ણાવતી ગયા. તેણે શેઠ ઉદાયનના ભાવભીના સત્કારથી અને યુક્તિભર્યાં. વચનાથી ખુશ થઈ પોતાના પુત્ર આચાર્યશ્રીને વહેારાજ્યેા.
પછી આચાર્યશ્રીએ ખંભાત તરફ વિહાર કર્યાં. ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં (આલિંગવસહીમાં) સ૦ ૧૧૫૦ ના માહ સુદ્ઘિ ૧૪ ને શનિવારે પુષ્ય નક્ષત્રમાં ગેરજના સમયે (ગાધુલિ લગ્નમાં), કન્યાના લગ્નમાં, પહેલા ભુવનમાં ગુરુ, પાંચમા નીતિધર્મ ભુવનમાં બુધ, છઠ્ઠા ભુવનમાં દિવ, મંગલ; આઠમા ભુવનમાં શુક્ર (ધિષ્ય શુક્ર), નવમા ધર્મ ભુવનમાં રાહિણીના શશિન અને અગિયારમા ભુવનમાં પુષ્યને ચદ્ર હતા ત્યારે એ પાંચ વર્ષના બાલક ચાંગદેવને દીક્ષા આપી અને તેનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું. આ દીક્ષાને ઉત્સવ પિતા સાચા શેઠે કર્યો. (–પ્રબંધચિંતામણિ)
૬૦૧
સરસ્વતી સાધના—
,,
મુનિ સોમચંદ્રની બુદ્ધિ તીવ્ર હતી. આચાર્યશ્રીએ તેને વ્યાકરણ અને સાહિત્યનું અધ્યયન કરાવ્યું. મુનિ સેામચંદ્ર વિદ્વાન બન્યા. તેઓ નિરંતર એકાગ્રપણે સરસ્વતીદેવીનું ધ્યાન કરતા હતા. તેમના મનમાં એવી અભિલાષા હતી કે, કાશ્મીર જઈ સરસ્વતીદેવીને પ્રસન્ન કરી “ સિદ્ધ સારસ્વત બનવું. આચાર્ય શ્રીએ તેમની ભાવનાને પૂર્ણ કરવા કાશ્મીર તરફ વિહાર કર્યા. ખાલ મુનિએ રેવતાચલમાં નહીં પરંતુ રૈવતાવતાર તીર્થમાં એકાગ્ર બની સરસ્વતીનું ધ્યાન કર્યું. સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ તેમને જણાવ્યું, ‘ વત્સ ! તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તારી વાંછા પૂરી થશે. તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી.’
૧ રૈવતાવતાર તીથ તે ખંભાતમાં એ નામનું દેરાસર. જેમ આખૂદેલવાડા અને નાડલાઇમાં એ નામની ટેકરીઓ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org