________________
પ૭૨ જૈન પરંપરાનો ઇતિહાસ-ભાગ [ પ્રકરણ મહાલયના વ્યવસ્થાપક મંત્રી આલિગના ચતુમુંબપ્રાસાદ નામના રાજવિહારની પ્રતિષ્ઠા કરી.
એક વાર આરાસણાના મહં. ગોગાને પુત્ર પાસિલ શ્રેડી અહીંના રાજવિહારનું ખૂબ સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીને એ મંદિરને માપવા લાગે ત્યારે ત્યાં દર્શન માટે આવેલી ઠ૦ છાડાની પુત્રી હાંસીએ મશ્કરી કરી કે, “ભાઈ ! માપ લો છો તે શું તમારે કઈ દેરાસર બંધાવવું છે ?”
પાસિલે હાજર જવાબ આપે કે, “બેન! તારા મેંમાં સાકર. તું એ પ્રતિષ્ઠા–ઉત્સવમાં જરૂર આવજે. બોલ, આવીશ ને ?” હાંસીએ તેની માગણી સ્વીકારી.
આ તરફ પાસિલે આરાસણમાં જઈને દેવીની સાધના કરી ધન મેળવ્યું. ૪૫ હજાર સોનામહોર ખરચીને ભવ નેમિનાથનું ભવ્ય દેરાસર આરાસણામાં બંધાવ્યું. હાંસીએ ૯ લાખ ખરચ કરીને તેમાં મેઘનાદ નામે રંગમંડપ બંધાવ્યું. આ દેવસૂરિએ સં. ૧૧૯૩ના વૈશાખ સુદિ ૧૦ને ગુરુવારે તેની પ્રતિષ્ઠા કરી. કેઈ કઈ સ્થાને સ0 ૧૨૨૬ માં પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું છે.
આચાર્યશ્રીએ શાકંભરી તરફ વિહાર કર્યો ત્યારે મેડતામાં ચતુર્માસ વીતાવ્યું. ફેલોધિમાં માસકલ્પ કર્યો. એ અરસામાં ફલેધિમાં ભ૦ પાર્શ્વનાથની ચમત્કારી પ્રતિમા પ્રગટ થઈ. આચાર્યશ્રીએ પિતાના શિષ્ય ૫૦ ધામગણિ તથા પં. સુમતિગણિને વાસક્ષેપ આપી મોકલ્યા અને સં. ૧૧–ા ફાગણ સુદિ ૧૦ને ગુરૂવારે તે મૂર્તિનો પ્રવેશ કરાવ્યું. આ જિનચંદ્રને મેકલી સં. ૧૨૦૪ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે પ્રતિમાજી, દેરાસર અને કળશ–ધ્વજાદંડ વગેરેની પ્રતિષ્ઠા કરાવી. એટલે ફધિ પાર્શ્વનાથનું તીર્થ આ૦ દેવસૂરિપ્રતિષ્ઠિત મનાય છે. અજમેર, નાગરના જેને અને જાંબડે અહીંના ગંઠી બન્યા હતા.
(-પુરાતનપ્રબંધસંગ્રહ) એક વાર આચાર્યશ્રી પિમ્પલવાટકના જંગલમાં જતા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org