________________
૫૭૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ દિગંબર હારી ગયા અને વેતાંબર જીત્યા છે. હવે લેખિત વાદ શરૂ થાય છે.”
રાજાની આજ્ઞાથી પં. કેશવે આ દેવસૂરિના વાદને લખી લીધે. વાદી કુમુદચંદ્ર તે વાંચ્યો. તેમાં વપરાયેલ ઢોટાઢોટિ શબ્દ ઉપર તેમણે વાંધો ઉઠાવ્યો.
આ સમયે રાજવીની સૂચનાથી રાજ્યના પ્રસિદ્ધ વ્યાકરણજ્ઞાતા પં. કાકલ કાયસ્થ પાણિનીય તેમજ શાકટાયન વ્યાકરણનાં ટાપટી સૂત્રથી નિર્ણય આપ્યો કે, વોટા ટિ, ટોટિ અને ટિશોટ એ ત્રણે શબ્દો વ્યાકરણસિદ્ધ અને શુદ્ધ છે.
વાદી કુમુદચંદ્ર પિતાને પરાજય અનુભવ્યું એટલે હવે મંત્રતંત્રનું શરણ લીધું, પણ તેમાંયે તેમને કેરી નિષ્ફળતા જ મળી.
બસ, આ૦ કુમુદચંદ્રને કહેવું પડયું, “દેવાચાર્ય મહાન છે, તેઓ મહાવાદી છે.”
સભામાં તરત જ ગરવ છે કે, “આ વાદી દેવસૂરિને વિજય થયો છે.”
રાજવીએ તેમને વાદીન્દ્રનું બિરુદ આપ્યું અને વિજયપત્ર લખી આપે. - આચાર્યશ્રીએ રાજવીને જણાવ્યું કે, “આ શાસ્ત્રીય વાદ છે. તેથી હું આશા રાખું છું કે, હારનારને કેઈએ તિરસ્કાર કરે જોઈએ નહીં.”
રાજાએ તેમની આ વિવેકી માગણીને કબૂલ રાખી. આ૦ કુમુદચંદ્ર રાજસભાના પાછલા દરવાજેથી ચાલ્યા ગયા.
૧. આ. કુમુદચંદ્ર વિક્રમની બારમી સદીના સમર્થ દિગબર આચાર્ય હતા. તેમણે દિગંબર સંધને અનેક વિદ્યા શિષ્યો આપ્યા હતા. દિગંબરાચાર્ય કુંદકુંદાચાર્યના પ્રવચનસાર’ની તાત્પર્યાવૃત્તિ રચનાર આ જયસેન પણ તેમના જ વિદ્યાશિષ્ય હતા. તે પિતાની પ્રશસ્તિમાં જણાવે છે કે –
“ અજ્ઞાનતમસા હિબ્લો મા: રત્નત્રયાનમાર ! तत्प्रकाशसमर्थाय नमोऽस्तु कुमुदेन्दवे ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org