________________
૫૯૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ પ્રકરણ ૧૨૦૪માં “ઉપદેશમાલા-કથા” રચી છે. સં. ૧૨૧૮માં મંત્રી યશેધવલના અમાત્યપણામાં પાટણમાં તાડપત્ર ઉપર “કાચૂર્ણિ” લખાવી. તેમના બીજા પટ્ટધર આ૦ રત્નપ્રભસૂરિ થયા. (પટ્ટા. ૧૫મી)
૪૩. આ શાંતિસૂરિ–તે પરમત્યાગી હતા. તેમને વાદિદેવસૂરિના હાથે આચાર્ય પદવી મળી હતી. તેમની સેવામાં દેવે આવતા હતા.
૪૪. આ૦ ગુણકરસૂરિ–તેમનું દેવે પણ સાંનિધ્ય કરતા હતા.
૪૫. આ૦ રત્નપ્રભસૂરિ–તે તીવ્ર બુદ્ધિશાળી હતા અને બેલવામાં ચતુર હતા.
૪૬. આ૦ ગુણસમુદ્રસૂરિતે સ્વભાવે સરળ હતા અને શાસન પ્રત્યે અત્યંત રાગવાળા હતા. સં. ૧૪૧૪. - ૪૭. મુનિ હરિભદ્ર–રામસેનના શેઠ વિલ્હાને મંજુલાદે પત્ની હતી. તેણે મહીપ અને હરિ નામે બે પુત્રોને જન્મ આપ્યો. હરિ નાને હતે. તેનું મુખ મનહર હતું. તે સુભટ અને ધર્મનિષ્ઠ હતે. તેને હમીરદે નામે પત્ની હતી. તેનાથી તેમને રાસિલ અને નાનુ નામે બે પુત્ર થયા. તે પછી હરિએ આ૦ ગુણસમુદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું નામ મુનિ હરિ પાડવામાં આવ્યું. તેઓ પરમ સાધુભક્ત હતા. તેમણે ગુરુ આજ્ઞા મેળવી અનશન આદરી સ્વર્ગગમન કર્યું. તેના પુત્ર નાનુએ રાજગચ્છના આ માણિજ્યચંદ્ર રચેલા શાંતિનાથચરિત્રમ્ સર્ગઃ ૮, (j૦ ૫૫૭૪) નવી પ્રતિ લખાવી, આ૦ ગુણસમુદ્રસૂરિને વહેરાવી. આ૦ ગુણસમુદ્ર તેની પુષ્યિકામાં આ દાનપ્રશસ્તિ લખી છે. (-શાંતિનાથચરિત્ર-પુષ્પિકા, સં. ૧૪૧૪)
૧૩. દેવાચાર્યગછ પઢાવલી (જાલોર) ૪૧. આ વાદિદેવસૂરિ–રાજા કુમારપાલે સં. ૧૨૨૧માં જાલેરના સુવર્ણગઢ ઉપર ભ૦ પાર્શ્વનાથને કુમારવિહાર સ્થાપન કર્યો અને તેમાં સવિધિ પ્રવર્તી એ ખાતર વડગચ્છના આઠ વાદીન્દ્ર દેવાચાર્યના પક્ષમાં તે પ્રાસાદ આચંદ્રા સમર્પિત કર્યો.
૪૨. આ૦ પૂર્ણદેવસૂરિ–તેમનું બીજું નામ પૂર્ણચંદ્ર હોવાનું જણાય છે. જાલેરના મંત્રી યશવારે રાજા સમરસિંહ ચૌહાણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org