________________
૫૯૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ નાગરીશાખા” નામથી વિખ્યાત થઈ
૪૩. આ પ્રસનચંદ્રસૂરિ–તેઓ ક્રિયાશિથિલ હતા.
૪૪. આ ગુણસમુદ્રસૂરિ–તેમને રાજા ત્રિભુવનપાલ બહુ માન હતું. તેમનો સ્વર્ગવાસ સં. ૧૩૦૮માં થયે હતે.
૪૫. આર જયશેખરસૂરિ–તેઓ ઉગ્ર વિહારી હતા. તેમણે સં. ૧૩૦૧માં તપાગચ્છના આ૦ જગશ્ચંદ્રસૂરિની નિશ્રામાં દ્ધિાર કર્યો હતો, તે સમયથી નાગરીશાખા ‘નાગરી તપાગચ્છ તરીકે પ્રસિદ્ધ થઈ. તેમણે બાર ગાત્રોને જેન બનાવ્યાં. તેમણે “વાદીન્દ્રદેવસૂરિમહાકાવ્ય રચ્યું. . (જૈન સત્યપ્રકાશ, ક્રમાંક : પદ) - રણથંભરના રાય હમીરે તેમને કવિરાજનું બિરુદ આપ્યું હતું.
૪૬. આ૦ વસેનસૂરિ તેઓ મેટા વિદ્વાન હતા. અમેઘ ઉપદેશની શક્તિવાળા હતા. તેમને સારંગ ભૂપતિએ સં. ૧૩૪૩માં
દેશના જલધર”નું બિરુદ આપ્યું હતું. અલાયદીન ખિલજીએ તેમના યોગના ચમત્કારથી ખુશી થઈ મંત્રી સિહડ રાણું મારફત રુણા ગામમાં હાર તથા વિવિધ ફરમાને આપ્યાં હતાં. તેમણે સં. ૧૩૪ર માં લેઢાગેત્રનાં ૧૦૦૦ ઘરે જૈન બનાવ્યાં, “લઘુ ત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર” તથા “ગુરુગુણષત્રિશકા” રચી. તેઓ સં. ૧૩૫૪માં આચાર્ય થયા હતા. - આ વસેનસૂરિના શિષ્ય પં. હરિઘેણે “કપૂરપ્રકર અને કનેમિનાથ ચરિત્રની રચના કરી છે.
૪૭. આ૦ હેમતિલકસૂરિ–તેમણે સં૦ ૧૩૮૨માં ભાટીરાજા તથા દુલચીરાયને ઉપદેશ આપી જેન બનાવ્યા. તેમણે ભુવનદીપક ગ્રંથની વૃત્તિ પણ રચી છે.
સમરાશાહે સં૦ ૧૩૭૧ ના માહ સુદિ ૭ ને ગુરુવારે શત્રુંજય તીર્થને માટે ઉદ્ધાર કર્યો ત્યારે આ હેમાચાર્ય ત્યાં હાજર હતા.
૪૮. આ રત્નશેખરસૂરિ–તેમને સં૦ ૧૩૭૨માં જન્મ, સંવ ૧૩૮૫માં દીક્ષા, સં. ૧૮૦૦માં બિલાડામાં આચાર્ય પદ અને સં. ૧૪૨૮ પછી સ્વર્ગવાસ થયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org