________________
૫૭૭
એક્તાલીશમું ]
આ અજિતદેવસૂરિ ઓળખાવે છે. આ અજિતપ્રભસૂરિએ સં. ૧૩૮૪માં રચેલા “શાંતિનાથચરિત્રમાં તેમનું નામ આપેલું છે. તેમના ત્રણ શિષ્ય સુપ્રસિદ્ધ હતા. (૧) આ૦ હરિભદ્રસૂરિ, (૨) ગુણભદ્રસૂરિ અને (૩) પં વિદ્યાકર ગણિ.
આ માણેકચંદ્રને ઉપાટ વિમલચંદ્ર ગણિ નામે શિષ્ય હતા.
૪૫. આ હરિભદ્રસૂરિ–પં. વિદ્યાકર ગણિએ સં૦ ૧૩૬૮ માં “સિદ્ધહેમશબ્દાનુશાસન'ની વૃત્તિની દીપિકાને ઉદ્ધાર કર્યો, તેમાં તેઓ જણાવે છે કે, મારા વડિલ ગુરુભાઈ તથા વિદ્યાગુરુ આ હરિભદ્રસૂરિની કૃપાથી હું દીપિકાને ઉદ્ધાર કરી શક્યો છું.
૪૬. આ ધર્મચંદ્રસૂરિ–તેમની પ્રેરણાથી પં. રત્નદેવ ગણિએ સં૦ ૧૩૯૩ માં વેતાંબર પં૦ જયવલ્લભના પ્રાકૃત “
વિજાલગ્ન ”ની ટીકા રચી છે.
૪૭. આ વિનયચંદ્રસૂરિ—–તેમના ઉપદેશથી શ્રીસંઘ સં. ૧૪૪૩ના કાર્તિક વદિ ૧૪ ને શુક્રવારે ચૌહાણ વનવીરદેવના રાજકાળમાં નાડલાઈ તીર્થના ઉજજયંતાવતાર તીર્થ જાદવાજીના દેરાસરને જીર્ણોદ્ધાર કર્યો.
(-પ્રક. ૩૪, પૃ. ૬૦૫) ૨. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ વાદિદેવસૂરિ. ૪૨. આ ભદ્રેશ્વરસૂરિ ૪૩. આ. વિજયચંદ્રસૂરિ. ૪૪. આ૦ માણેકચંદ્રસૂરિ.
૪૫ આ૦ ગુણુભદ્રસૂરિ—-તેઓ આ૦ માણેકચંદ્રના શિષ્ય હતા. તેઓ મહાન કવિ હતા. મહમુદ બાદશાહે (ઈ. સત્ર ૧૩૨૬ થી ૧૩૫૧) તેમના એક લેકની રચનાથી ખુશ થઈ તેમના ચરણે દશ હજાર સેનામહોરની થેલી ધરી હતી, પણ આચાર્યશ્રીએ તે લીધી નહીં. તેમણે બાદશાહની પાસે શુદ્ધ માર્ગની સ્થાપના કરી શુદ્ધ મુનિમાર્ગ બતાવ્યે હતો. તેઓ વ્યાકરણ, છંદ, સાહિત્યઅલંકાર, નાટક અને ન્યાય વગેરે શાસ્ત્રોના તલસ્પર્શી વિદ્વાન હતા.
૪૬. આઠ મુનિભદ્રસૂરિ—તેમને બાદશાહ પીરોજશાહ બહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org