________________
એકતાલીશમું ]. આ અજિનદેવસૂરિ
૫૮૧ મહાવીરસ્વામીની ધાતુપ્રતિમા ઉપર તેમને લેખ આ પ્રકારે મળે છે –
सं० १३२७ फा० सु० ८ पल्लीवालज्ञातीय ठ० कुमारसिंघ भार्या- कुमरदेवी सुत सामंत भार्या सिंगारदेवी पित्रोः पुण्यार्थ ठ० विक्रमसिंह ठ० लूणा ठ० सांगाकेन श्रीमहावीरबिंबं का० प्र० वडगच्छेशश्रीपद्मचन्द्रसूरिशिष्यश्रीमाणिक्यसूरिभिः ॥
લેખનો સાર એ છે કે, આ માણિજ્યદેવ તે આ વાદિદેવસૂરિના સંતાનીય આ૦ પદ્મચંદ્રના પટ્ટધર હતા.
(-આ૦ બુદ્ધિસાગરસૂરિસંકલિત ધાતુપ્રતિમા
લેખસંગ્રહ, ભા. ૨, લેખાંકઃ ૧૩૭) એ જ લેખસંગ્રહમાં લેખાંકઃ ૯૧ માં પણ તેમણે સં૦ ૧૩૭૫ માં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યાને બીજે ઉલ્લેખ મળે છે.
આ૦ માણિક્યદેવે નવમંગલાંક “નલાયનચરિત્ર” સકંધ ૧૦, સર્ગ : ૯૯, ગ્રંટ : ૪૦૫૦ રચ્યું છે. તેમાં તેમણે દરેક સ્કંધને અંતે પિતાને પરિચય આપ્યું છે. એ ઉપરથી તારવી શકાય છે કે – આ માણિદેવ વડગછરૂપી આકાશમાં ચંદ્ર જેવા હતા. તેઓ કવિઓમાં મુખ્ય હતા. કૌતુકરસિક, સુકવિ, સાહિત્યના મર્મજ્ઞ મહાકવિ હતા.
તેમણે “નલાયન રચ્યું તે પહેલાં “યશેધરચરિત્રમ્ સર્ગઃ ૧૪,
૧. જેની પ્રતિમાલેખ ઘણું પ્રકાશિત થયા. શ્રીપૂરણચંદ્રજી નાહરે લેખ સંયહ ભા. ૧, ૨, ૩ પ્રકાશિત કર્યા છે. તેમાં ગચ્છ આગ્રહના કારણે કેટલા એક જરૂરી લેબો પણ લેવાયા નથી આ હીરસૂરિના લેબ લેવાયા નથી. બીજા લેખેમાં કંઈક શંકાઓ પણ રહે છે.
આ બુદ્ધિસાગરસૂરિએ ધાતુપ્રતિમાલેખસંગ્રહના બે ભાગ પ્રગટ કરાવ્યા છે તેમાં મોટે ભાગે નિશાળના શિક્ષકોને મહેનત શું આપીને સંગ્રહ કરાવે હશે. તેથી તેમાં અનેક અશુદ્ધિઓ અને ખલનાઓ રહી જવા પામી છે. ભારતભરના સમસ્ત દેરાસરોની પાષાણ તેમજ ધાતુપ્રતિમાઓના લેખ લેવડાવવાની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી જેવી સંસ્થાએ વ્યવસ્થા કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org