________________
૫૮૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૨ ને રવિવારે બ્રહ્માણગચ્છમાં ભ૦ નેમિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
૪૪. આ રામભદ્રસૂરિ–તેમણે પ્રબુદ્ધહિણેયનાટક” અંક: ૬, તેમજ “કાલિકાચાર્ય-કથા” રચ્યાં છે. જાલેરના રાજા સમર સિંહ તથા ઉદયસિંહ (સં. ૧૨૩૯ થી સં. ૧૩૦૬)ના મંત્રી યશવીર તથા અજયપાલે જાહેરમાં સં૦ ૧૨૩૯ માં ભ૦ આદિનાથનું દેરાસર તથા રંગમંડપ બંધાવ્યા. તેના યાત્સવમાં “પ્રબુદ્ધદેહિણેયનાટક ભજવાયું હતું
૧૦. વડગચ્છ પટ્ટાવલી ૪૧. આ૦ વાદિદેવસૂરિ.. ૪૨. આ વિમલચંદ્રસૂરિ. મુનિ માલ લખે છે કે –
વિમલચંદ્ર ઉવઝાઈ ભાઈ તસુ પદિ પ્રષ્ઠધી;
વ્રતનીચંદ ઉવઝાયાણી, તસુ પછે ન કીધી.” - આથી સમજાય છે કે, આ વાદિદેવસૂરિના ભાઈ વિજયે દક્ષા લીધી હતી. તે આ૦ વાદિદેવસૂરિના ઉપાધ્યાય હતા. સંભવ છે કે, આ માનદેવસૂરિને પણ ઉપાધ્યાય હોય. તેઓ આચાર્ય થયા પછી આ૦ વિમલચંદ્રસૂરિ નામથી જાહેર થયા. તેમનું બીજું નામ આ. વિજયસેનસૂરિ પણ મળે છે. આ વિમલચંદ્ર જ આ ગચ્છના પહેલવહેલા ઉપાધ્યાય હતા. એ પછી તે ગચ્છમાં ઉપાધ્યાય થયા નથી અને સાધ્વીઓમાં પ્રવતિની પણ થઈ નથી. સંભવ છે કે, તેમની માતા મહત્તરા કે પ્રવતિની હશે. તે પછી બીજી પ્રવર્તિની બની ન હોય.
૧. ઇતિહાસ કહે છે કે, તીર્થકર ભગવાનના શાસનમાં સાધુઓ કરતાં સાવીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી હતી. મધ્યકાળમાં સળીઓની સંખ્યા સાધુઓ કરતાં ઓછી હતી. વિક્રમની વીસમી સદીના ઉત્તરાર્ધથી સારીઓની સંખ્યા વધી છે પણ સંવમાં તેઓ પ્રત્યેનું આદર-સન્માન અને તેમને શાસન હિત માટે વિશેષપણે તૈયાર કરવાની ભાવના વધી નથી. સંભવ છે કે, એકવીસમી સદીમાં ભારતના રાજતંત્રમાં સ્ત્રીઓની સંખ્યા મેટી રહેતાં જૈન સંઘતંત્રમાં સારીઓની સંખ્યા પણ વધે અને બંને તંત્રમાં એ અંગે પલટો આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org