________________
એક્તાલીશમું] આ અજિતદેવરિ
પ૭૧ આજે પાટણમાંથી જ નહીં પણ ગુજરાતભરમાંથી દિગંબરેને પગ સદાને માટે ઊખડી ગયે. ... यदि नाम कुमुदचन्द्रं नाजेध्यद् देवसूरिरहिमरुचिः ।
कटिपरिधानमधास्यत् कतमः श्वेताम्बरो जगति ? ॥
–સૂર્ય જેવા તેજસ્વી આ દેવસૂરિએ કુમુદચંદ્ર ઉપર વિજય ન મેળવ્યું હોત તે જગતમાં કયે શ્વેતાંબર કટી પરિધાન કરત? અર્થાત્ બધાને દિગંબર બનવું પડત.
(પ્રભાવક ચરિત્ર) જેને એ વાજતેગાજતે વિજોત્સવ મનાવ્યો. રાજા સિદ્ધરાજ એક ગુજરાતી પંડિતના વિજયમાં ગુજરાતને વિજય માનતા હતે, એવા આનંદનું એને ગૌરવ હતું. તેથી તે આ દેવસૂરિના હાથને ટેકે ઝીલીને તેમની સાથે ચાલતું હતું. શેઠ થાહડે આ વિજયની ખુશીમાં ભાટ-ચારણ અને માંગણેને ત્રણ લાખ રૂપિયાનું દાન કર્યું. સૌ રાજસભામાંથી વાજતેગાજતે નીકળીને શેઠ થાહડના દેરાસરમાં ભ૦ મહાવીરનાં દર્શન કરી આચાર્યશ્રીને ઉપાશ્રયે લઈ ગયા.
રાજાએ આ વિજયના ઉપલક્ષમાં આચાર્યશ્રીને છાલા વગેરે ૧૨ ગામ તથા એક લાખ દ્રવ્ય આપ્યું પણ આચાર્યશ્રી નિઃસ્પૃહ સાધુ હતા. તેમણે એ દાન સ્વીકાર્યું નહીં.
વાદીન્દ્ર દેવસૂરિ તુષ્ટિદાન લેતા નથી એ જાણી રાજાએ એ રકમમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બંધાવ્યું, તથા ભ૦ ઋષભદેવની ૮૫ આંગળ ઊંચી પિત્તલની ભવ્ય પ્રતિમા ભરાવી અને સંતુ ૧૧૮૩ના વૈશાખ સુદિ ૧૨ના દિવસે ચારે કુલના આચાર્યોને મેળવી આ દેવસૂરિના હાથે તે દેરાસરમાં તેની અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન “રાજવિહાર' નામથી ખ્યાતિ પામ્યું.
આ વિજ્યના ઉપલક્ષમાં રાજા સિદ્ધરાજની પ્રેરણાથી મંત્રી આલિગે સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્યું. '
આ૦ વાદિદેવસૂરિએ સં. ૧૧૭૫માં ધોળકામાં ઉદાવસહીની, સં૦ ૧૧૭માં પાટણમાં શેઠ થાહડના જિનચૈત્યની અને સં૦ ૧૧૮૩માં પાટણના રાજવિહારની પ્રતિષ્ઠા કરી. સં૧૧૯૮માં સિદ્ધપુરમાં રુદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org