________________
પપ૩ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ જો [ પ્રકરણ તેમણે ધર્મવિધિ નામે ગ્રંથ રચે છે. તેઓ આરાસણમાં અનશન કરી કાળધર્મ પામ્યા.
૪૩. આ માણિક્યસૂરિ–તે કવિલકોટના શ્રીવત્સકુલના બીજા ભાઈ યશભટના વંશના શેઠ છોડના પુત્ર હતા. તેમણે શ્રીપ્રભસૂરિ પાસે દીક્ષા લઈ વ્યાકરણ, છંદ, ન્યાય અને આગમનું અધ્યયન શરૂ કર્યું. ગુરુએ તેમને ગુણવાન જેઈ કરછૂલીમાં ભ૦ પાર્શ્વનાથના દેરાસરમાં આચાર્યપદ આપ્યું. તેઓ નિરંતર આયંબિલ કે નવી કરતા હતા. મહાન તપસ્વી હતા. તેમના ચરણોદકથી રાજા ધવલ (યશેધવલ સં. ૧૨૨૦)ની રાણું મરવાની અણી ઉપર હતી તે નીરોગી થઈ ગઈ. તેઓ ધર્મપ્રભાવક હતા. તેમણે પિતાનું મરણ નજીકમાં જાણીને કરછૂલી જઈ બાસલના પુત્રને દીક્ષા આપી. તેમજ સંઘ મેળવીને ભવ પાર્શ્વનાથના દેરાસરમાં તેમને આચાર્યપદ આપી પિતાની પાટે સ્થાપન કર્યા. તે પછી એ આચાર્ય કાળધર્મ પામ્યા.
૪૨. આ. શ્રીપ્રભસૂરિની બીજી પરંપરામાં ૪૩. આ નેમિપ્રભ, ૪૪. આ0 લલિતપ્રભ અને ૪પ. આ૦ સાગરચંદ્રસૂરિ થયા. તેમણે મંત્રાધિરાજકલ્પ પાંચ પટલમાં ૦ ૬૦૦ લગભગ રચ્યા છે.
(-જૈન સ્તોત્ર સંદેહ ભાગ ૨, પૃ. ૨૨૭ થી ૨૮૮) વળી, ૪૨. આદ શ્રીપ્રભસૂરિ, ૪૩. આ૦ આણંદસૂરિ, ૪૪. આ૦ અમરાભ–તેમણે સં. ૧૩૧૫ ના ફાગણ સુદિ ૪ ને બુધવારે અંબિકાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. આ મૂર્તિ પાલનપુરમાં વિશલરાય વિહાર –ભ૦ સુપાર્શ્વનાથની ભમતીમાં છે.
૪૪. આ ઉદયસિંહસૂરિ–તેઓ કચઠ્ઠલીના શેઠ બાસલના પુત્ર હતા. તેઓ અજોડ વાદી, અમેઘ વ્યાખ્યાતા, ત્યાગી અને તપસ્વી હતા. આ માણિક્યપ્રભસૂરિએ તેમને ભવ પાર્શ્વનાથના દેરાસરમાં દીક્ષા આપી હતી અને ડા દિવસમાં જ સંઘને મેળવીને આચાર્ય પદવી પણ આપી દીધી હતી. આચાર્ય વિહાર કરતા કરતા ચંદ્રાવતી પધાર્યા ત્યારે અહીં રાજા ધંધલ (ધારાવર્ષ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org