________________
ચાલીશમું ] આ મુનિચંદ્રસૂરિ
૫૪૯ સં. ૧૯૭૮ માં એ પુરાણી પરિકરમાં જ ભ૦ સંભવનાથની પ્રતિમા બેસાડવામાં આવી.
પૂર્ણિમાગચ્છના આ ભદ્રેશ્વરસૂરિની એક શિષ્ય પરંપરા કલીમાં આવી તે “
કમ્બુલીગચ્છ' તરીકે જાહેર થઈ. એ ગચ્છના આચાર્યો કે યતિઓ રહ્યા નહીં ત્યારે શ્રાવકે પૂર્ણિમાગચ્છની આજ્ઞામાં હતા. કાછલીની જિનપ્રતિમાઓ ઉપર પૂર્ણિમાપક્ષના ભટ્ટારક સર્વાનંદસૂરિ (સં. ૧૪૬૫, સં. ૧૪૨)નું નામ મળે છે. સિરોહીમાં ભવ્ય અજિત નાથની દેરીઓ પર અને આબૂનાં જૈન મંદિરમાં પૂર્ણિમાપક્ષે કચ્છવાગલ છે, ભદ્રેશ્વરસૂરિ સંતાને ભ૦ સર્વાનંદસૂરિ (સં. ૧૪૬૫ થી ૧૪૨) ભ૦ ગુણસાગરસૂરિ અને ચતિ ઉદયવર્ધન (સં. ૧૫૨૧ થી ૧૫૪૦ સુધી) વગેરે ઉલ્લેખ મળે છે એટલે કહૂલગચ્છ પૂર્ણિમાગચ્છની શાખા છે એ નકકી વાત છે.
કછૂલીગછપટ્ટાવલી આ પ્રમાણે મળે છે – ૪૦. આ ચંદ્રપ્રભસૂરિ–સં. ૧૧૫૯.
૪૧. (આવ ધર્મષ તથા) આ ભદ્રેશ્વરસૂરિ–તેઓ પૂર્ણિમા ગછના હતા. તેઓ છ વિગઈના ત્યાગી હતા. તેમની પાટે પટ્ટધર આ૦ શ્રીપ્રભસૂરિ થયા.
પૂનમિયાગચ્છના આચાર્ય રચેલી સંસ્કૃત “ક્ષેત્રસમાસની વૃત્તિમાં જણાવ્યું છે કે, આ ભદ્રેશ્વરસૂરિથી પૂર્ણિમાગચ્છની બીજી શાખા નીકળી.
૪૨. આ૦ શ્રીપ્રભસૂરિ–તેઓ કછુલીના શ્રીવત્સ કુળના શેઠ છાહડ પિરવાલની શાખાના શેઠ જહડના પુત્ર હતા. તેમણે શ્રીવત્સકુળની મદદથી કરછુલીગચ્છ સ્થાપન કર્યો. તેઓ છુલીગચ્છના આદિ આચાર્ય હતા. ક્રિયાપાત્ર, વિધિમાગ, ગુણવાન અને તપસ્વી હતા. તે છ વિગઈને ત્યાગી હતા. એકાંતરે ઉપવાસ અને આયંબિલ કરતા હતા. તેમની પાસે વ્યાખ્યાનમાં શાંતિદેવી અને તે બ્રહ્મશાંતિ યક્ષ આવતું હતું. તેમણે કવિલકેટમાં માલારોપણ કરાવ્યું. તેમાં ૫૦૦ શ્રાવક તેમજ શ્રાવિકાઓને બાર વ્રત તથા સમકિત વગેરે આપ્યાં.
૧. શ્રીવત્સ કુળ માટે જુઓ, (પ્રક. ૩૫, પૃ૧૯૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org