________________
એકતાલીસમું] આ૦ અજિતદેવસૂરિ
૫૬૫ એક વાર વાદી કુમુદચંદ્ર એક વૃદ્ધ વેતાંબર સાધ્વી સરસ્વતીશ્રીની ઘણી કદર્થના કરી. સાધ્વીજીએ આ દેવસૂરિ પાસે આવી એ વૃત્તાંત જણાવ્યું. અને સાથે સાથે ઉત્તેજક વાણીમાં જણાવ્યું કે, મેટા મહારાજે તમને આચાર્ય બનાવ્યા તે અમારી વિડંબના જેવા માટે જ કે? તમારી વિદ્વત્તા શું કામ આવશે? તમારી મેટાઈ શું કામની ? શત્રુને ન જિતાય તે હથિયાર શા કામના ? અક્ષમ્ય પરાભવ વધતો જાય એવી સમતા શા કામની ? અનાજ સુકાઈ જાય એવી સમતા શા કામની? એને એની દુષ્ટતાનું ફળ જ્યારે મળશે ત્યારે મળશે પણ તમારે આશ્રિત સંઘ તે તમારા આ સમભાવથી પતન પામશે.'
આચાર્યશ્રીએ ખૂબ શાંતિ અને ધીરજથી આ બધું સાંભળ્યું. સાધ્વીજીને શાંત કરી ઉપાશ્રયે મેકલ્યાં અને પાટણના સંઘને પં માણેકચંદ્ર પાસે પત્ર લખાવી જણાવ્યું કે, “અહીં દિગંબર વાદી છે. તે વાદ કરવા ઈચ્છે છે. અમારા વિચાર છે કે તેની સાથે પાટણમાં શાસ્ત્રાર્થ કરે. આ માટે અમારે પાટણ આવવાનું છે વગેરે વગેરે.”
ખેપિયે કર્ણાવતીથી નવ કલાકમાં પાટણ પહોંચ્યા અને શ્રીસંઘને તે પત્ર આપ્યું.
પાટણના સંઘે આચાર્યશ્રીને તરત જણાવ્યું કે, “આપ જલદી પાટણ પધારે. સંઘની રક્ષા તથા મહત્તા આપના જ હાથમાં છે. આપ સિદ્ધરાજની સભામાં જ શાસ્ત્રાર્થ કરે. અમે સૌ આપને વિજ્ય જેવાને ઉત્સુક છીએ. સંઘમાં ૩૦૭ શ્રાવકે એ નક્કી કર્યું છે કે, “એ શાસ્ત્રાર્થ ચાલે ત્યાં સુધી આપને વિજય માટે અમે સૌ આયંબિલનું તપ કરીશું.”
આ૦ દેવસૂરિએ વાદી કુમુદચંદ્રને જણાવ્યું કે, “હું પાટણ જાઉં છું. તમે પણ પાટણ આવે. ત્યાં રાજસભામાં શાસ્ત્રાર્થ થશે.” - આ દેવસૂરિએ પાટણ તરફ વિહાર કર્યો. માર્ગમાં ઘણું સારા શકુને થયા. તેઓ પાટણ જઈને રાજાને મળ્યા.
દિગંબરાચાર્ય કુમુદચંદ્ર પણ પાટણ તરફ વિહાર કર્યો. તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org