________________
જૈન પરંપરાને ઇતિહાસભાગ [ પ્રકરણ છ મહિના પસાર થઈ ગયા પણ કઈ વિદ્વાન એની સાથે વાદ કરવા તૈયાર થયે નહીં, રાજા સિદ્ધરાજ મુંઝાયે. મંત્રી અંબાપ્રસાદે રાજવીને સૂચવ્યું કે, “આ લોકને પરમાર્થ આ દેવસૂરિ બતાવી શકશે.'
આ દેવસૂરિ પાસે રાજાની વિનંતિ આવી ત્યારે આચાર્યશ્રીએ આ કલાકને અર્થ આ રીતે કરી બતાવ્યું–
ચાર્વાક, વૈશેષિક, નિયાયિક, સાંખ્ય, પ્રભાકર અને મીમાંસક એમ ઘણું દર્શને છે. તેમાંના કેઈ એક પ્રત્યક્ષ પ્રમાણ, કોઈ પ્રત્યક્ષ સાથે અનુમાન એમ બે પ્રમાણ, કેઈ આગમ સાથે ત્રણ પ્રમાણ, કેઈ ઉપમાન સાથે ચાર પ્રમાણ, કઈ અર્થપત્તિ ઊમેરીને પાંચ પ્રમાણ અને કોઈ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ તથા અભાવ એમ છ પ્રમાણ માને છે. માત્ર હું દેવબોધિ રૂઠું તો છ દશને કે ઘણાં દર્શનેમાંથી એક પણ ન રહે.
આ ખુલાસાથી દેવબોધિને આશ્ચર્ય સાથે ખુશી થઈ અને રાજવીને પરમ આનંદ થયો.
આ આચાર્યશ્રીના ઉપદેશથી શેઠ થાહડે પાટણમાં દેરાસર બંધાવી ભ૦ મહાવીરસ્વામીનું તેજસ્વી બિંબ ભરાવ્યું અને આચાર્યશ્રીએ સં. ૧૧૭લ્માં તેની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી.
આચાર્યશ્રી વિહાર કરી નાગર ગયા, ત્યારે ત્યાંના રાજા અરાજ ચૌહાણ (પ્રક. ૩૫, પૃ. ૧૭૩) તથા મસ્તવાદી દેવબધિએ આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આચાર્યશ્રી પાટણ આવી ગયા ત્યારે રાજા સિદ્ધરાજે શાકંભરી પર હલ્લો કરી ત્યાં પિતાની આજ્ઞા પ્રવર્તાવી હતી.
આચાર્યશ્રીએ પાટણમાં ચતુર્માસ ગાળ્યું અને બીજે વર્ષે કહ્યુંવતીમાં સિદ્ધ શ્રાવકના ઉપાશ્રયમાં ચતુર્માસ વીતાવ્યું. કર્ણાટકના રાજાના ગુરુ દિગંબરાચાર્ય વાદી કુમુદચંદ્રનું પણ તે વર્ષે ચતુર્માસ કર્ણાવતીમાં હતું. તેને આ દેવસૂરિ સાથે વાદ કરવાનું મન થયું. તેણે એક દિવસે વાચાલ ચારણને શિખવાડીને આ દેવસૂરિ પાસે મેકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org