________________
૫૬૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ સ્વીકારું છું.” શાસનની ઉન્નતિ માટે હું પુત્રવાત્સલ્યને ભેગ આપું છું. - આચાર્યશ્રીએ પૂર્ણચંદ્રના મા-બાપની રજા મેળવી સં. ૧૧૫૨ માં તેને દીક્ષા આપી તેનું નામ મુનિ રામચંદ્ર રાખ્યું.
શ્રીસંઘે પણ શેઠ વીરનાગ અને જિનદેવી આનંદથી જીવન ગુજારે અને નિશ્ચિતપણે ધર્મધ્યાન કરી શકે એવી વ્યવસ્થા કરી દીધી. | મુનિ રામચંદ્ર વ્યાકરણ, સાહિત્ય, ન્યાય અને સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યું. તેમણે થોડા સમયમાં જ વાદશક્તિ મેળવી લીધી. એ શિક્તિથી તેમણે ધોળકામાં શિવસુખ બ્રાહ્મણને, સાચોરમાં કાશ્મીર સાગર (કિરપુર)ને, નાગોરમાં દિગંબર ગુણચંદ્રને, ચિત્તોડમાં શિવભૂતિ ભાગવતને, વસુભૂતિ મીમાંસકને, ગ્વાલિયરમાં ગંગાધરને, ધારામાં ધરણીધરને, પુષ્કરિણુમાં પદ્માકરને, ભરૂચમાં કૃષ્ણ બ્રાહ્મણને, નરવરમાં ધીસારને તથા તહનગઢમાં ગેરુઆ વસ્ત્રધારીને હરાવી વાદી તરીકેની નામના મેળવી.
એ સમયે ખ્યાતનામા વિદ્વાને વાદી મુનિ રામચંદ્ર, મહાપંડિત વિમલચંદ્ર, બુદ્ધિશાળી હરિચંદ્ર, પં. સોમચંદ્ર, કુલભૂષણ પાર્ધચંદ્ર, વિદ્વાન શાંતિચંદ્ર (શાંતિકળશ) અને સ્વચ્છ આશયી અશોકચંદ્ર પ્રાજ્ઞ એ દરેકમાં પરસ્પર ગાઢ પ્રેમ હતે. - આ કથનને વિશાળ અર્થ એ થાય છે કે, પં. રામચંદ્ર તે વડગચ્છના આ વાદી દેવસૂરિ, પં. વિમલચંદ્ર તે ઉપાધ્યાય વિમલચંદ્ર ગણિ, હરિચંદ્ર તે વડગચ્છના આ૦ હરિભદ્ર (સં. ૧૨૨૩માં ચંદ૫હચરિયના કર્તા), પં૦ સેમચંદ્ર તે કઇ સત્ર આ૦ હેમચંદ્રસૂરિ, પં. પાર્ધચંદ્ર તે જગચ્છના આ ચંદ્રસૂરિ, પં. શાંતિચંદ્ર તે પિમ્પલગરછસ્થાપક આ૦ શાંતિસૂરિ અને અશોકચંદ્ર તે સુવિહિતશાખાના આ અશોકચંદ્રસૂરિ એ સૌ સમકાલીન વિદ્વાન મુનિવરો હતા, જેઓ આપ આપસમાં અત્યંત પ્રેમભાવને વર્તાવ રાખતા. - ગુરુમહારાજે સં. ૧૧૭૪ તપ(મહા)માસ સુદિ ૧૦ ના રોજ મહામાત્ય આથક પોરવાડની વિનતિથી પ૦ રામચંદ્રને આચાર્ય પદ આપ્યું, જેઓ આ દેવસૂરિજી, દેવાચાર્ય, આ૦ દેવચંદ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org