________________
એકતાલીમું ]
આ૦ અજિતદેવસૂરિ માઈલ દૂર મઠાર નામે ગામ છે. ત્યાં વીરના નામે રિવાલ શ્રેષ્ઠી રહેતો હતો. તેને જિનદેવી નામે પત્ની હતી. એ કુટુંબ આ૦ મુનિચંદ્રસૂરિને ગુરુ તરીકે માનતું હતું.
એક વખત જિનદેવીએ સ્વપ્નમાં પિતાના મુખમાં પેસતા ચંદ્રમાને જે ને તેણે સં૦ ૧૧૪૩ના માઘ માસની વદિ ૬ને સોમવારે હસ્તનક્ષત્રમાં પૂર્ણ ચંદ્ર નામના બાળકને જન્મ આપે.
એકવાર ભયંકર દુકાળ પડતાં શેઠ વરનાગ મડાર છેડી ભરૂચ આવીને વસ્યા. ત્યાં આ૦ મુનિચંદ્રસૂરિ પધાર્યા હતા. તેમના ઉપદેશથી ત્યાંના શ્રાવકેએ વીરનાગને બધી રીતે સહાય આપી. આઠ વર્ષને પૂર્ણ ચંદ્ર પણ મસાલાની ફેરી કરવા લાગ્યું. તે ખાસ નિયત ઘરમાં જતો હતો. ત્યાંથી તેને દ્રાક્ષ વગેરે ચીજો ખાવાને મળતી. અહીંના એક શેઠને પાપના ઉદયથી ઘરમાં સેનૈયા અને રૂપિયા કેલસ બની ગયા હતા. તે તેણે ઉકરડે નાખ્યા. એવામાં પૂર્ણ ચંદ્ર ફેરી કરતા કરતા તેને ઘેર ગયે અને ઉકરડે ધન પડેલું જોઈને તે શેઠને કહેવા લાગ્યું : “શેઠજી! તમે આ ધન ઉકરડે કેમ નાખ્યું છે?” શેઠે પૂર્ણચંદ્રને ભાગ્યશાળી સમજી જણાવ્યું કે, “ભાઈ ! તું આ ધન વાંસની છાબમાં ભરી ભરીને મને આપ.” સરળ બાળકે તે મુજબ કર્યું એટલે કોલસા સેનું-રૂપું બની ગયા. શેઠે પ્રસન્ન થઈ પૂર્ણચંદ્રને એક સોનામહોર ઈનામમાં આપી.
આ૦ મુનિચંદ્રસૂરિએ આ વૃત્તાંત જાણ વીરનાગને કહ્યું : મહાનુભાવ ! લક્ષ્મી આ બાળકને વરવા ઈચ્છે છે, એવાં એના લક્ષણે છે. એ બાળક ભાગ્યશાળી છે. જે એ સાધુ થાય તે શાસનની ભારે ઉન્નતિ કરે. આચાર્યશ્રીએ આ પ્રમાણે કહી તેની પાસે પૂર્ણ ચંદ્રની માગણી કરી. શેઠે વિનીતભાવે જણાવ્યું, “ગુરુદેવ! હું વૃદ્ધ થયે છું. તેની મા પણ વૃદ્ધ છે. અમારે આ એક જ પુત્ર છે. અમારું ભાવિ એને ઉપર જ છે. છતાં ‘ગુરુદેવની આ આજ્ઞા હું સહર્ષ ૧. મડાર ગામ અને મડાહડગચ્છના પરિચય માટે જુઓ
(પ્રક. ૩૭, પૃ૦ ૨૬ )
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org