________________
એકતાલીશમું ] આ અતિદેવસરિ
પ૬૭ આ તરફ આ દેવસૂરિ, આ૦ હેમચંદ્રસૂરિના શિષ્યએ અને પંડિતએ જુદા જુદા દિગંબરાચાર્ય પાસે જઈ જાણી લીધું કે, દિગબરાચાર્ય સિદ્ધાંતમાં પૂરા કુશળ નથી.
રાજાએ શાસ્ત્રાર્થ માટે સં. ૧૧૮૧ (સ. ૧૧૮૨)ના વિશાખ સુદિ ૧૫ ને દિવસ નક્કી કર્યો.
તે દિવસે સૌ રાજસભામાં આવવા લાગ્યા. દિગંબરાચાર્ય તરફથી કુમુદચંદ્ર તથા ત્રણ કેશવ પંડિતે આવ્યા. તાંબરે તરફથી આ વાદિદેવસૂરિ, આ૦ હેમચંદ્ર, આઠ યશભદ્ર, આ૦ જયસિંહ, કવિચકવતી શ્રીપાલ, કેરવરાજ અને ભાનુચંદ્ર (ભાભૂ) વગેરે આવ્યા. રાજસભાના સભાસદો મહર્ષિ, ઉત્સાહ, સાગર અને રામ વગેરે વિદ્વાને આવ્યા.
હજી શાસ્ત્રાર્થને સમય થયું નહોતું. તેથી થોડા સમય માટે વિદ્વાને ગ્ય એવી શબ્દાર્થની ગમ્મત ચાલી.
આ૦ કુમુદચંદ્ર-વીનં તામ્ ? છાશ પીધી ને ?
આ હેમચંદ્ર—આપ અસત્ય કેમ બોલે છે? વૃદ્ધ છે એટલે? તત્ર તુ શ્વેતં મવતિ ન તુ પતન -છાશ તો ધોળી હોય છે પીળી હોતી નથી, સમજ્યા ને?
આ૦ કુમુદચંદ્ર–તું હજી બાળક છે. તારી સાથે વાદ શું કરે?
આ૦ હેમચંદ્ર–બાળક કેણ છે? જેને લંગોટી પણ ન હોય તે. આપ જુઓ છે કે મેં તેને કપડાં પહેર્યા છે.
આ૦ કુમુદચંદ્ર–વેતાંબરેએ આ રણગણમાંથી સત્વર પલાયન કરવું એ જ ઉચિત માર્ગ છે.
આ દેવસૂરિ–આ શાસ્ત્રાર્થ છે. જ્યાં શાસ્ત્રની કીમત છે, ત્યાં શસ્ત્રો સજાવવામાં આવે અને રણાંગણ બને તો તેઓ જે “શીધ્ર પલાચન કરવાનું કહે છે તેમણે જ નાસી જવું ઉચિત છે.
રાજા જયસિંહ--હવે શાસ્ત્રાર્થ શરૂ કરે– દિગબરેએ લખાવ્યું કે આ૦ કુમુદચંદ્રને આ મત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org