________________
૫૬
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
અશુભ શકુનાને પણ શુભ માની પાટણમાં પ્રવેશ કર્યાં. તેમણે ખાનાના મંત્રી ગાંગિલ નાગર, શાસ્ત્રાર્થ સભાના ત્રણ કેશવ વગેરે સભ્યા, અને નવા દર્શનવાળાઓને મળીને ધન અપાવી પેાતાના પક્ષમાં લીધા.
શેઠ થાહડ અને શેઃ નાગદેવ મઢે આ॰ દેવસૂરિને ઉપરની ઘટના જણાવીને વિનંતિ કરી કે, ‘અમારું ધન ધર્મની રક્ષા માટે જ છે તે! આપણે ધનથી કામ લેવું જોઈ એ.
આચાર્ય શ્રીએ હસીને ઉત્તર આપ્યો કે, ‘ મહાનુભાવા ! ધનથી વિજયને ખરીદવા, એની કેાઈ કીમત નથી. એવે વિજય અને પરાજય એક જ સરખાં છે. વિજય તે વિદ્યાથી જ મળવા જોઈએ. ખીજી ખટપટની જરૂર નથી. દેવ-ગુરુની કૃપાથી સૌ સારાં વાનાં થશે, તમારે કાઈ એ આ રસ્તે દ્રવ્યર્વ્યય કરવા નહીં.’
દિગંબરાચાર્ય પોતાની પત્રિકા સ્થાને સ્થાને ચડાવી અને યતિએના વીશ ઉપાશ્રયામાં વાજતેગાજતે જલ-તૃણ મુકાવ્યાં. શેઠ થાહડે રાજસભાના દરવાજે લટકતી પત્રિકા ફાડીને ફેંકી દીધી.
રાજા સિદ્ધરાજે કવિચક્રવતી શ્રીપાલ મારફત આ વૃત્તાંત જાણ્યા. રાજાના હુકમથી મંત્રી ગાંગલ અને તે પછી તેના ભાઈ પ્રતિજ્ઞા પત્ર લખાવવા ગયા પણુ આચાર્યશ્રીએ તેમને ફૂટેલા જાણી કઈ જ જવાબ ન આખ્યા, એટલે રાજાએ ૫૦ વિજયસેનને મેકલીને અનેનું પ્રતિજ્ઞાપત્ર લખાવ્યું.
રાજમાતા મયણાદેવીને પિયરના કારણે દિગબર આચાર્ય તરફ પક્ષપાત હતા એટલે આ॰ હેમચંદ્રસૂરિ તેમને રાજમહેલમાં મળ્યા. તેમણે જણાવ્યું કે, ‘માતાજી! રાજસભામાં શાસ્ત્રાર્થ થશે તેમાં દ્દિગંબરે એવું સિદ્ધ કરવાના છે. કે, સ્ત્રીઓએ કરેલે ધર્મ નકામેા જાય છે. જ્યારે શ્વેતાંબર એવું સિદ્ધ કરવાના છે કે, સ્ત્રીઆએ કરેલા ધમ નકામે જતે નથી.’
રાજમાતાને પણ તપાસ કર્યો પછી નક્કી થયું કે આ॰ હેમચંદ્રની વાત સાચી છે.એટલે તેમણે દિગંબરા તરફના પક્ષપાત છેડી દીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org