________________
૫૪૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
સં. ૧૫૦૬માં ચતુર્દશી પક્ષના ડેડરીયા આ પાર્ધચંદ્ર વિદ્યમાન હતા. તેમજ ચતુર્દશી પક્ષના ચૈત્રગચ્છના આ૦ ગુણદેવના પટ્ટે આ જિનદેવ વિદ્યમાન હતા. (આ૦ બુદ્ધિસાગરસૂરિકૃત ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧-૨) એટલે કે તેઓ વૃદ્ધ તપાગચ્છમાં મળી ગયા હતા. '
એક જુની ભાષા પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે આ. વિજયદેવસૂરિના સમયે તપગચછનાં ૧૩ બેસણાં હતાં. ૧૩માં ચઉસીયાગચ્છનું પણ નામ છે. આથી સ્પષ્ટ છે કે ચઉસીયાગ અને તપગચ્છની સમાચારી એક હતી. તે શ્રાવકે તપગચ્છમાં મળી ગયા છે.
(પટ્ટા સમુ. ભા૨, પૃ૦ ૨૫૬)
કછૂલીગચ્છ પૂર્ણિમાગચ્છના આ ભદ્રેશ્વરસૂરિની એક શિષ્ય પરંપરા કહૂલી ગચ્છ નામે જાહેર થઈ હતી. કાછલી ગામ આબૂ ગિરિરાજની તળેટીમાં છે. તેનાં કછૂકી, કછૂલી અને કચ્છલિકા એવાં નામ મળે પણ છે. આ સ્થળેથી કછૂલીગછ અને કલીજ્ઞાતિ નીકળ્યાં, જેનાં બીજાં નામે કછોલીવાલગચ્છ અને કચ્છોલીવાલજ્ઞાતિ એવાં મળે છે. અહીં કલીગચ્છનું ભવ પાર્શ્વનાથનું ભવ્ય અને વિશાળ મંદિર છે. કછોલીગ૭ના આ૦ ઉદયસિંહસૂરિના સ્વર્ગવાસ પછી સં. ૧૩૦૩ માં અહીંના શેઠ શ્રીપાલ વગેરે ગેહી શ્રાવકેએ ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાને જૂના પરિકરને બદલે નવું પરિકર બનાવેલ છે. તે સમયે કઈ ગચ્છાચાર્ય ન હોવાથી છોરીત્રનામુપટ્ટેરોન એમ લખ્યું છે અને મૂળ બિંબ ખંડિત થઈ જતાં તેના સ્થાને
इति श्रीदेवेन्द्रसूरिशिष्यश्रीहेमप्रभसूरिविरचितमर्घकाण्डम् ॥ सं० १३०५ माघ सुदि १३ गुरौ निष्पन्नमिदं ताजिकम् ॥ .
(–વડાદરા, પ્રાચ્યવિદ્યામંદિરની પ્રતિ નં. ૧૨૦૮૭,
સં. ૧૨૪૫ હ૦ લિ૦ પ્રતિ, પત્ર : ૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org