________________
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ કે ભીમદેવના મંત્રી વિમલશાહે સં. ૧૦૮૮ માં આબૂ ઉપર વિમલવસતિ નામે જિનમંદિર બનાવ્યું હતું, જેની નકશી આજે પણ ભારતમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. વિકમની અગિયારમી સદીની ગુજરાતની સર્વોચ્ચ સ્થાપત્યકળાનું એ જીવતું જાગતું પ્રતીક ગણાય છે.
(જૂઓ, પ્રક. ૩૫, આબૂ) રાજા ભીમદેવને દાદર તથા ચંડશર્મા સંધિપાલ, નેઢ મહામંત્રી, વિમલ દંડનાયક, જાહિલ નાણાંખાતાને પ્રધાન અને મુંજને પુત્ર મશર્મા પરેહિત હતા.
તેને ઉદયમતી તથા બકુલાદેવી રાણીઓ હતી અને ક્ષેમરાજ, કર્ણ દેવ તથા મૂળરાજ એ રાજપુત્ર હતા. તેના સમયમાં વીસનગર વસ્યું હતું. | (જૂઓ, ક્યાશ્રય મહાકાવ્ય, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ,
તપગચ્છપટ્ટાવલી, સત્યપુરમંડન મહાવીરઉછાહ, તામ્રપત્ર, પ્રશસ્તિલેખે, ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, રાસમાલા, મુંબઈ
ગેઝેટિયર, ઈબ્નસીરની તબકાત ઈ-સીરી, શ્રમણવંશવૃક્ષ) ૬. કર્ણદેવ (સં. ૧૧૨૦ થી ૧૧પ૦)
રાજા ભીમદેવ, ક્ષેમરાજકુમાર તથા મંત્રીઓએ એકમત કરી, સં૦ ૧૧૨૦ માં કર્ણદેવને ગુજરાતની ગાદીએ બેસાડ્યો. ત્યાર બાદ ક્ષેમરાજ તપસ્યા કરવા મુંડકેશ્વર તીર્થમાં જઈ વસ્ય. .
“કર્ણસુંદરી’ના આધારે અનુમાન થાય છે કે, રાજા ભીમદેવે સં. ૧૦લ્માં સિંધ પર હુમલો કર્યો ત્યારે કર્ણદેવ પણ તેમની સાથે હશે.
શરૂઆતમાં માળવાના રાજા ભેજના ત્રીજા ભાઈ ઉદયાદિત્યે સાંભરના રાજા વિગ્રહરાજની મદદથી ગુજરાતની સરહદ પર હુમલો કર્યો અને પોતાને કેટલાક પ્રદેશ પાછું મેળવ્યું.
સેવાડીના શિલાલેખમાં નાડોલની રાજાવલીમાં અણહિલ, જિંદ
૧. પ્રથમ ભીમદેવને મંત્રી ને, દંડનાયક વિમલ, ખર્ચ ખાતાને પ્રધાન જાહિલ ન હતા. (જુઓ. “ભારતીય વિદ્યા’ સૈમાસિક, ભા. ૧, અંક: ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org